ભારતીય સેનાને આદેશ: ચીની સૈનિકોને કોઇ પણ કિંમત પર ભારતીય સરહદની અંદર ધુસવા ન દેવામાં આવે
નવીદિલ્હી, ચીનની સાથે ચાલી રહેલ સરહદ વિવાદની વચ્ચે ભારતીય સેનાના ગ્રાઉન્ડ કમાન્ડરોને અનુશાસન રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે સાથોસાથ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ચીની સૈનિકોને કોઇ પણ કિંમતે ભારતીય સરહદની અંદર ધુસવા ન દેવામાં આવે સ્પષ્ટ છે કે ભારતીય સૈનિકોને પોતાની સરહદોની સંપ્રભુતા કાયમ રાખવાની સાથે જ કોઇ પણ પ્રકારના ચીની અતિક્રમણ રોકવાનો આદેશ આપવામાં આવી ચુકયો છે.
એનએનઆઇએ સરકારના સુત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ફીલ્ડ કમાન્ડરોને કહેવામાં આવ્યું છે કે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શક્તિનું કારણ વગર પ્રદર્શન ન કરે સુત્રોનું કહેવુ છે કે વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ચીની પક્ષ પોતાની તરફ ગોળીબાર પ્રેકિટસ પણ કરી રહ્યું છે ચીન આ પ્રેકિટસ ભલે પોતાના વિસ્તારમાં કરી રહ્યું હોય પરંતુ તેનો અવાજ ભારતીય વિસ્તારોમાં પણ સંભળાય છે.
ભારતીય પક્ષે બ્રિગેડિયર સ્તરની સૈન્ય વાતચીત દરમિયાન ચીની સૈનિકો દ્વારા ભાલા અને ધારદાર હથિયાર સાથે રાખવાનો મામલો ઉઠાવ્યો છે સુત્રોનું કહેવુ છે કે ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે લગભગ ૫૦ હજાર સૈનિકોને એકત્ર કરી રાખ્યા છે જેમની પાસે ટેન્કો અને અન્ય યુધ્ધક સામાન છે આ ઉપરાંત વિસ્તારોમાં યુધ્ધક સામગ્રીની સંખ્યા વધારવામાં આવી રહી છે.
આ પહેલા એક વરિષ્ઠ અધિકારીના હવાલા પરથી ખબર આવી હતી કે ફેસ ઓફની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે પરંતુ આપણે યુધ્ધે આરે નથી પહોંચ્યા ચીનનો એક પૂર્ણ વિકસિત સંઝર્ષ સુધીનું નિર્માણ કરે છે પરંતુ હજુ સુધી માત્ર મામૂલી વાતો જ થઇ છે હજુ ચીન તેનાથી વધુ ઝડપી નથી જાે કે તેઓએ એમ પણ કહ્યું કે તમે ચીનીઓ પર વિશ્વાસ ન મુકી શકો ૨૯ તારીખની સવાર ચુશુલમાં ચીની કમાન્ડરે પોતાના ભારતીય સમકક્ષ સાથે વાત કરી તેમ છતાંય તેજ રાત્રે તેઓએ આપણી પોસ્ટ તરફ પોતાના સૈનિકોને મોકલ્યા હતાં.સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તનાવ ચાલી રહ્યોૅ છે.HS