ભારતીય સેના ચીની આક્રમકતાનો જવાબ આપવા હથિયારોથી સજજ બેઠી છે
નવીદિલ્હી, પૂર્વી લદ્દાખમાં સીમા પર સ્થિતિ તનાવપૂર્ણ છે ચીનના પીપલ્સ લિબરેશન આર્મીના ભારે હથિયારોથી સજજ થયા બાદ ભારતીય સેના પણ જડબાતોડ જવાહ આપવા તૈયાર બેઠી છે. ત્યારબાદથી સ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ છે. ૨૯-૩૦ ઓગષ્ટની રાતે પૈગૈંગ ત્યો ઝીલ વિસ્તારમાં ચીની ધુષણખોરીના પ્રયાસને નિષ્ફળ કર્યા બાદ ભારતે પણ ચીનના મુકાબલે સૈનિકો અને હથિયારોની તહેનાતી વધારી દીધી છે આ મામલામાં જોડાયેલા સુત્રોએ આ માહિતી આપી
એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ કહ્યું કે ભારતીય સેનાને મજબુત કરવા કે એમ કહો કે સેનાનું મનોબળ તોડવા માટે ચીની સેના પુરી રીતે આક્રમક મોડમાં છે અને ચીની સેના ભારે ભરચક હથિયાર પણ બતાવી રહી છે જેથી ચુશુલ વિસ્તારમાં સ્થિતિ તનાવપૂર્ણ બનેલ છે. જાે કે ભારતીય સેનાએ પણ બરાબરીના હથિયાર રાખ્યા છે અને વિશેષ ફ્રોન્ટિયર ફોર્સેજ દ્વારા અભિયાન શરૂ કરી પૈંગૈગ ત્સાના દક્ષિણ અને રેજાંગ લા બંન્ને જ પોઇન્ટ પર ચીનને પોતાનું આક્રણ વલણ બતાવ્યું છે. આ રીતે અત્યાર સુધી સ્થિતિ પર ધ્યાન આપીએ તો બંન્ને સેનાઓ હથિયાર દળની સાથે શક્તિ પ્રદેશન કરી રહ્યાં છે.
લદ્દાખમાં ૧૫૯૭ કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખાની સાથે કોઇ પણ ચીની આક્રમણનો જવાબ આપવા અને તેની ધુષણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેના પુરી તાકાત સાથે મોજુદ છે.ચીનીની વિરૂધ્ધ ભારતીય જવાબી હુમલાએ એ સુનિશ્ચિત કરી દીધું છે કે હવે ભારત સૈનિકોના એલએસીની પાસે પૈંગોગ ત્સોઝીલના કિનારે ઉચાઇ વાળા વિસ્તાર પર પોતાનો દબદબો છે અને આ વિસ્તારોને પોતાના નિયંત્રણમાં લઇ લીધા છે.HS