ભારતીય સૈનિકો તણાવની ‘ગંભીર સમસ્યા’ સામે ઝઝૂમી રહ્યા છે
નવીદિલ્હી, ભારતીય સૈનિકો ના જીવ દુશ્મન કરતા વધુ તણાવ લઈ રહ્યો છે. એમા પણ સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે આ તણાવ મોટાભાગે સીનિયર ઓફિસરોના વ્યવહારના કારણે પેદા થાય છે. જવાનો અને જેસીઓમાં તણાવનું સૌથી મોટું કારણ યોગ્ય સમયે રજા ન મળવાનું છે. આ બાજુ યુવા ઓફિસરોમાં તણાવનું સૌથી મોટું કારણ ઓછી લાયકાતવાળા સીનિયર ઓફિસર અને બિનજરૂરી કામનો બોજ છે. અપાયેલા કામને અશક્ય રીતે ઓછા સમયમાં કરવાનું દબાણ પણ યુવા ઓફિસરોને સૌથી વધુ તણાવ આપે છે.
રક્ષા મંત્રાલયની સૌથી મોટી થિંક ટેક યુએસઆઇનો સેનામાં તણાવને લઈને એક વર્ષ સુધી ચાલેલા રિસર્ચના પરિણામો અત્યંત ચોંકાવનારા છે. આ રિસર્ચ પર આધારિત એક વેબિનાર પણ ગત વર્ષે ૧૭ ઓક્ટોબરના રોજ આયોજિત કરાયો હતો. જેમાં અનેક વાત સામે આવી જે ભારતીય સેનાના સૈનિકોને જીવલેણ તણાવ આપી રહી છે.
ખાસ કરીને યુવા ઓફિસરોમાં સેનાની નોકરીમાં અનેક એવી વાતો છે જે ખુબ વધુ તણાવ આપે છે. આ રિસર્ચમાં કહેવાયું છે કે જવાનો અને જેસીઓમાં હજુ પણ સેનાની નોકરીને લઈને ગર્વ કરવાની વાત છે પરંતુ ઓફિસરોના મામલામાં એવું નથી. યુવા ઓફિસરોને પોતાના સીનિયર્સના ર્નિણયો લેવા, અયોગ્ય ઓફિસરોની નીચે કામ કરવું, બિનજરૂરી અને બેકાર કામોમાં લગાવવા અને કામોને અશક્ય સમયમર્યાદામાં પૂરા કરવાના હુકમથી સૌથી વધુ તણાવ થઈ રહ્યો છે.
રિસર્ચમાં સીનિયર ઓફિસરોના વ્યવહારની લાંબી સૂચિ છે જે યુવા ઓફિસરોને સેનાની નોકરીથી દૂર ધકેલી રહી છે. જેમાં સીનિયર ઓફિસરો દ્વારા પક્ષપાત અને ભ્રષ્ટાચાર, ગેરસમજ પેદા કરનારો હુકમ, વીઆઈપી વિઝિટમાં પૂરો સમય ખર્ચ થવા પર પોતાના માટે સમય ન બચવો, સીનિયર ઓફિસરોનું વલણ અને જી હજૂરી પસંદ વ્યવહાર, પ્રમોશનમાં ભેદભાવ છે. પરંતુ સૌથી વધુ આશ્ચર્ય ચકિત કરનારું કારણ છે આર્મી વાઇબ્ઝ વેલફેર એસોસિએશન એટલે કે એડબ્લ્યુડબ્લ્યુએના કાર્યક્રમ, લેડિઝ મીટ અને સેનામાં ઓફિસરો વચ્ચે થનારા અન્ય સોશિયલ ફંક્શન. એડબ્લ્યુડબ્લ્યુએની રચના સૈનિકોની પત્નીઓના કલ્યાણ માટે થઈ હતી અને તેમા ઓફિસરોની પત્નીઓ અનેક કાર્યક્રમો આયોજિત કરે છે.
આ બાજુ જવાનો અને જૂનિયર કમિશન્ડ ઓફિસરો એટલે કે જેસીઓ વચ્ચે તણાવનું સૌથી મોટું કારણ રજાઓ ન મળવું છે. ખુબ વધુ કામ, આરામ માટે સમય ન મળો અને ઘરેલુ પરેશાનીઓ તણાવના બીજા અન્ય કારણો છે. સીનિયર ઓફિસરો સાથે વાતચીત ઓછી થવી, તેમની સમસ્યાઓ પર ધ્યાન ન આપવું, સીનિયર્સ દ્વારા પરેશાન થવું વગેરે તણાવ આપી રહ્યા છે. હાજરી આપતી વખતે કે અન્ય અવસરો પર કારણવગર લાંબા સમય સુધી ઊભા રહેવું,એડબ્લ્યુડબ્લ્યુએના કાર્યક્રમો, લેડીઝ મીટિંગ અને પાર્ટીઓમાં લાંબી ડ્યૂટી પણ જવાનો અને જેસીઓને તણાવ આપી રહ્યા છે. જવાનો પાસે મનોરંજનની સુવિધાઓની કમી, પરિવારથી લાંબુ અંતર, સ્વાસ્થ્યની સમસ્યાઓ, ફીલ્ડ એરિયામાં રહેવા માટે પૂરતી જગ્યા ન હોવી, સીનિયર્સ દ્વારા દુર્વ્યવ્હાર થવો વગેરે તણાવ પેદા કરી રહ્યા છે.HS