ભારતીય સૈન્યના અધિકારીઓ તરફથી મશાલ BSFને સોંપવામાં આવી
ગાંધીનગર ખાતે સીમા સુરક્ષા દળના ગુજરાત ફ્રન્ટિયર એકમના હેડકવાર્ટર ખાતે ૧૯૭૧ ના યુધ્ધમાં મળેલા વિજયના સ્વર્ણિમ વર્ષની ઉજવણી અંતર્ગત વિજય મશાલ પહોંચી હતી ભારતીય સૈન્યના અધિકારીઓ તરફથી મશાલ બીએસએફને સોંપવામાં આવી હતી
વિજય મશાલનો ગુજરાત સીમા સુરક્ષા દળના ઈન્સ્પેકટર જનરલ જી.એસ. મહલિકે ગર્વભેર સ્વીકાર કર્યો હતો આ પ્રસંગે આર્મી અને બી.એસ.એફ. ધ્વારા યુધ્ધમાં વીરગતિ પામેલા શહીદ જવાનોને પુષ્પાંજલી અર્પણ કરવા સાથે મૌન રાખી સલામી સાથે વિરાંજલી આપવામાં આવી હતી. (તસ્વીરઃ- વિનોદ રાઠોડ, ગાંધીનગર)