ભારતીય સૈન્ય મહત્વના બ્લેક ટોપથી માત્ર દોઢ કિમી દૂર
ચાઈનિસ મીડિયામાં ચર્ચાની ચકડોળે ચડેલી સેટેલાઇટ તસવીરો ભારતીય સૈન્યની શક્તિનો અંદાજ આપે છે
બેઇજિંગ, પૂર્વી લદ્દાખમાં ચીનની દાદાગીરી વિરુદ્ધ પેંગોંગ તળાવ નજીક ભારતીય સૈન્ય દ્વારા ઉગ્ર પ્રતિક્રિયા આપવાની ચર્ચા હવે ચીની સોશિયલ મીડિયામાં તીવ્ર બની છે. ચીની સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયેલા નવીનતમ સેટેલાઇટ તસવીરોમાં ભારતીય સૈન્યની ટેકરી યુદ્ધ લડવાની ક્ષમતા ફરી એકવાર સામે આવી છે. ચીનના ગૌફેન -૨ ઉપગ્રહમાં ખુલાસો થયો છે કે ભારતીય સૈન્ય હવે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બ્લેક ટોપથી માત્ર દોઢ કિમી દૂર છે.
ભારતીય સૈનિકો હવે એ સ્થિતિ પર આવી ગયા છે કે તેઓ ચીનના મોલ્ડો કેમ્પને પણ નિશાન બનાવી શકે છે. આ શિબિરમાં ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત થાય છે. ભારતની આ આગેકૂચથી સ્પષ્ટ છે કે જવાનો પહાડી યુદ્ધ લડવામાં કુશળ છે અને ટૂંક સમયમાં સૌથી ઊંચી ટેકરી પર ચઢવા માટે સક્ષમ છે. ભારતીય સૈનિકોની આ ક્ષમતાની અસર એ પડે છે કે તેઓ હવે બ્લેક ટોપથી દોઢ કિમી દૂર છે.
ભારતીય સૈન્યની આ તહેનાતીને ધ્યાનમાં રાખીને ચીને પણ મોટી સંખ્યામાં તેના જવાનો તૈનાત કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન સરહદ તણાવ વચ્ચે બંને દેશોનું સૈન્ય વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તૈનાત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને તરફથી લગભગ ૫૦-૫૦ હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ખુલ્લા ગુપ્તચર સોર્સ ડિટ્રેસ્ફા મુજબ ભારતીય સૈનિકો જે ગતિ સાથે આગળ વધી રહ્યા છે, તેવું લાગે છે કે તેઓ હજી અટક્યા નથી અને આવનારા સમયમાં ભારતીય સૈન્ય આગળ વધવાના સમાચાર પણ મળી શકે છે. ચિની સોશિયલ મીડિયા પર ભારતીય કેમ્પની સ્થિતિ દર્શાવતી તસવીરો શેર કરવામાં આવી રહી છે. આ ભારતીય શિબિરો બતાવી રહી છે જે સ્પેંગુર ગેપમાં ઊંચાઇ પર તેઓ બેઠા છે જ્યારે ચીની શિબિરો નીચે છે. આ અગાઉ ચીનના સોશિયલ મીડિયા પર ભારતની સ્થિતિની તસવીરો શેર કરવામાં આવી રહી હતી. આ દર્શાવે છે કે ભારતીય લશ્કરની શિબિરોએ પેંગોંગની દક્ષિણે પર્વતો પર પીએલએ કેમ્પ પર નજર રાખી હતી.
તે જ સમયે, ડિટ્રેસ્ફાના શેર કરેલા ઉપગ્રહ ફોટા પહેલાં, તે જોવા મળ્યું હતું કે ચીને બ્લેકટોપ હિલના વિસ્તારની આસપાસ ભારે જમાવટ શરૂ કરી દીધી છે. ચીન એ સુનિશ્ચિત કરવા માગે છે કે અહીં કોઈ હિલચાલ ન થાય અને જો થાય તો તેની સાથે કાર્યવાહી થઈ શકે. ભારતીય શિબિરની તૈયારીઓથી ગભરાયેલા ચીને અહીં સપોર્ટ કેમ્પ પણ શરૂ કરવાનું શરૂ કર્યું છે.
હકીકતમાં, ચીનની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને, ભારતીય સૈનિકો પીએલએ કેમ્પની ખૂબ જ ટોચ પર પહોંચી ગયા છે અને કેમ્પ બનાવ્યા છે. ભારતે વ્યૂહાત્મક પાયા પર ફેન્સીંગ સિવાય ફિંગર ૨ અને ફિંગર ૩ વિસ્તારોમાં પોતાની હાજરી વધારી દીધી છે. સંપૂર્ણ રીતે શસ્ત્રો અને ભારે લડાઇ સાધનોથી સજ્જ ભારતીય સૈનિકોએ ઠાકુંગથી લઈને રેક ઈન દર્રા સુધીના તમામ મહત્વપૂર્ણ શિખરો પર તેમના બેરિકેડ્સને મજબૂત બનાવ્યા બનાવી લીધા છે.
આ ઓપરેશન દ્વારા ભારતે બ્લેક ટોપ અને હેલમેટ ટોપની આસપાસ પોઝિશન્સ બનાવી લીધી છે. પેઇગોંગના દક્ષિણ કાંઠા પરના દરેક એલિવેશનને એક-એક યુનિટ સોંપવામાં આવ્યું હતું. આ કામગીરી હાથ ધરવા માટે સેના ઉપરાંત ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ (એસએફએફ) ના જાંબાજ હાજર હતા. એસએફએફ કમાન્ડોઝે અનેક સ્થળોએ કામગીરીનું નેતૃત્વ કર્યું અને મિશન પૂર્ણ કર્યું.SSS