ભારતી સિંહના દીકરા માટે કરણ જોહરે ગાયું હાલરડું
મુંબઇ, Bharti અને Harsh ૩ એપ્રિલે દીકરાના માતા-પિતા બન્યા. ભારતી સિંહ હાલ મેટરનિટી લીવ પર છે અને તેના બદલે ટીવી એક્ટ્રેસ સુરભી ચંદાના રિયાલિટી શો હુનરબાઝઃ દેશ કી શાન હોસ્ટ કરી રહી છે.
ટેલેન્ટ બેઝ્ડ રિયાલિટી શોમાં મિથુન ચક્રવર્તી, પરિણીતી ચોપરા અને કરણ જાેહર જજ છે. ભારતી સિંહ અને મિથુન ચક્રવર્તીને એકબીજા સાથે સારું ફાવે છે, બંને ઘણીવાર સેટ પર મજાક-મસ્તી કરતા રહે છે.
ભારતી સિંહની ગેરહાજરીમાં સુરભી ચંદાનાએ મિથુન ચક્રવર્તી સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કર્યો. તે જેવી જજ પાસે ગઈ કે તરત જ વીડિયો કોલ દ્વારા ભારતી સિંહ સ્ક્રીન પર દેખાઈ હતી. જેને જાેઈને પરિણીતી ચોપરા સૌથી વધારે ખુશ થઈ હતી.
ભારતી સિંહને જાેઈને મિથુન ચકર્તીએ કહ્યું હતું કે, ‘વ્યક્તિ ગમે એટલો ઘરડો કેમ ન થઈ જાય પરંતુ વાનરની જેમ ગુલાટીયા મારવાનું ભૂલતો નથી. જ્યારે વાતચીત ચાલતી હોય છે ત્યારે ભારતી સિંહ તેના નવજાત દીકરાને પણ સ્ક્રીન પર લઈને આવી હતી. દરેકે મા-દીકરાને અભિનંદન પાઠવ્યા હતા.
ભારતી અને હર્ષના દીકરાને જાેઈને સૌ આનંદિત થયા હતા તો કરણ જાેહરે તેના માટે હાલરડું ગાવાનું શરૂ કર્યું હતું. કરણ જાેહરનો અવાજ સાંભળીને સૌએ આંખો બંધ કરી દીધી હતી. પરિણીતીએ ભારતી સિંહને તેનો દીકરો કેવો છે તેના વિશે પૂછ્યું હતું. તો તેણે મજાકમાં તેનો દીકરો હાલરડા પર અજીબ એક્સપ્રેશન આપી રહ્યો હોવાનું કહ્યું હતું.
બાદમાં તેણે દીકરા સામે જાેઈને કહ્યું હતું કે, ‘ચિંતા ન કર, મામા જ તને લોન્ચ કરશે’. ભારતી સિંહની વાત સાંભળીને Karan Johar, Surbhi chandana અને Mithoon chakraborty હસવા લાગ્યા હતા. જણાવી દઈએ કે, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ તેના દીકરાનું ‘ગોલા’ હુલામણું નામ પાડ્યું છે. હર્ષે કોઈ બ્રેક લીધો નથી અને તે કામ કરી રહ્યો છે.
‘The Khatra Khatra Khatra show’ના સેટ પર કેમેરામાં કેદ થયેલા હર્ષે તે ભારતી સાથે અત્યારે કામ ન કરી રહ્યો હોવાથી તેને ખૂબ મિસ કરી રહ્યો છે તેમ જણાવ્યું હતું. તેણે તેમ પણ કહ્યું હતું કે, ભારતી મજબૂત છે અને તે ઘરે બેસી ન શકતી હોવાથી ખૂબ જલ્દી કામ શરૂ કરશે.SSS