ભારતી સિંહને લોકોનાં ટોણાંઃ પૈસાની એટલી શું જરુર છે કે દીકરાને મૂકીને આવી ગઈ

મુંબઇ, ભારતી સિંહ દીકરાના જન્મના ૧૨ દિવસ પછી કામ પર પાછી ફરી છે. ૩ એપ્રિલના રોજ Bharti Sinh દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મના એક દિવસ પહેલા સુધી તેણે કામ કર્યુ હતું. માનવામાં આવી રહ્યુ હતું કે ભારતી બાળકના જન્મ પછી બ્રેક લેશે, પરંતુ જ્યારે હુનરબાઝના સેટ પર તે જાેવા મળી તો લોકોમાં પણ કુતુહલતા જાેવા મળી. સવાલ થઈ રહ્યો હતો કે, નાનકડા દીકરાને મૂકીને તે કેમ કામ પર આવી ગઈ.
ભારતીએ જણાવ્યું કે, વર્ક કમિટમેન્ટને કારણે તેણે આમ કરવુ પડ્યું, બાકી તે દીકરાને મૂકીને આવવા નહોતી માંગતી. ભારતી માટે પોતાના લાડલા દીકરાને મૂકીને આવવું એ ચોક્કસપણે પડકારજનક કામ હશે. ભારતી સિંહે તાજેતરમાં જ એક ન્યુઝ પોર્ટલ સાથે વાતચીત કરી હતી.
તેમાં તેણે પોતાના આ મુશ્કેલ ર્નિણય વિશે વાત કરી હતી અને તેણે લોકોની કેવી કેવી વાતો સાંભળવા મળી રહી છે તેનો પણ ખુલાસો કર્યો હતો. ભારતીએ જણાવ્યું કે, વર્કિંગ મોમ્સને લોકો હંમેશા જજ કરે છે અને સલાહ આપવા લાગે છે કે આટલા જલ્દી કામ પર જવાની શું જરૂર હતી.
નાનું બાળક છે અને જુઓ કામ પર પાછી આવી ગઈ. આટલી પણ પૈસાની શું જરૂર છે. ભારતીએ જણાવ્યું કે, તે પૈસા માટે નહીં પણ વર્ક કમિટમેન્ટને કારણે કામ પર પાછી ફરી છે. કારણકે માત્ર એક વ્યક્તિથી કામ નથી ચાલતું. તેની સાથે ઘણાં લોકો જાેડાયેલા હોય છે, જેમનું ઘર ચાલતું હોય છે. ભારતીએ જણાવ્યું કે અનેક લોકોએ તેને સપોર્ટ કર્યો પરંતુ ઘણાં લોકો તેની પીઠ પાછળ વાત કરે છે.
ભારતીએ લોકોની નકારાત્મક વાતો વિશે જણાવ્યું કે, જાે હું નેગેટિવ વાતોને ધ્યાન પર લેતી તો પ્રેગ્નેન્સીના નવ મહિના સુધી કામ કરવું મુશ્કેલ થઈ જતું. સિગ્નલ પર પણ ઘણી ગર્ભવતી મહિલાઓ સામાન વેચતી હોય છે, અને હું કોઈ રાજકુમારી નથી કે ઘરે બેસી જઉં.
જ્યારે હું કામ પર જઉ છું તો બેબી માટે બધી જ તૈયારી કરીને નીકળુ છું. તેના માટે ઘરે આખો પરિવાર છે. લોકોને લાગે છે કે આ તો કામ પર આવી જાય છે તો બાળકને દૂધ કોણ પીવડાવતુ હશે. પરંતુ મને તેનાથી ફરક નથી પડતો. હું દીકરા માટે દૂધ પ્રિઝર્વ કરીને આવુ છું અને મારી ગેરહાજરીમાં દીકરો તો દૂધ પીવે છે.
ઘરે દાદી નાની સહિત પરિવારના અન્ય લોકો પણ છે. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા ૩ એપ્રિલના રોજ દીકરાના માતા-પિતા બન્યા હતા. ડિલિવરીના એક દિવસ પહેલા સુધી ભારતી કામ કરતી હતી.SSS