ભારતી સિંહે રણવીર-આલિયા માટે આપી એવી ભેટ કે નિતુ કપૂર હસી પડી

તાજેતરમાં જ દીકરાની માતા બનેલી ભારતી સિંહ હુનરબાઝ-દેશ કી શાનના સેટ પર પાછી ફરી છે. આ વીકેન્ડ પર હુનરબાઝ રિયાલિટી શાનો ગ્રાન્ડ ફિનાલે છે. ઉલ્લેખનીય છે કે ભારતીએ દીકરાના જન્મના એક દિવસ પહેલા સુધી શૂટિંગ કર્યુ હતું. અને દીકરાના જન્મના ૧૨ જ દિવસ પછી તે કામ પર પાછી ફરી છે.
Neetu ji ko mila Haarsh aur Bharti se ek anokha gift. Comments mein bataiye humein, aap kya dena chaahenge #RanLia ko as wedding gift?
Dekhiyega zaroor, #Hunarbaaz Desh Ki Shaan #GrandFinale, aaj raat 9 baje sirf #Colors par. Anytime on @justvoot pic.twitter.com/DKMZXqaCAR
— ColorsTV (@ColorsTV) April 16, 2022
ભારતીના આવ્યા પછી જોણે હુનરબાઝ શાને ફરી એકવાર ચાર ચાંદ લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે શાના ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં મહેમાન તરીકે નીતૂ કપૂર, કોરિયોગ્રાફર મર્ઝી અને નોરા ફતેહી પણ પહોંચશે.
આ એપિસોડના ટીઝર મેકર્સે રીલિઝ કર્યા છે જે ઘણાં મજોના છે. પ્રોમોમાં જોઈ શકાય છે કે ભારતી સિંહ નીતૂ કપૂરને જણાવે છે કે, સોરી હું લગ્નમાં આવી નથી શકી. નીતૂજીએ કહ્યુ હતું કે ભારતી જોનમાં જો તુ નહીં નાચે તો રણબીરના લગ્ન અધૂરા રહી જશે. પરંતુ બેબીને કારણે હું લગ્નમાં આવી નહોતી શકી.
મેં કરણ જોહરને એક ગિફ્ટ આપ્યુ હતુ અને કહ્યુ હતું કે આલિયાને આપી દેજો. પરંતુ કદાચ તે ભૂલી ગયા હશે. નીતૂ કપૂરે ભારતીને કહ્યું કે, અમે લગ્નમાં તને ખૂબ મિસ કરી હતી. ભારતી ગિફ્ટ મંગાવે છે. નીતૂ કપૂર ગિફ્ટ ખોલીને જુએ છે તો તેમાં એક પ્રેશર કૂકર હોય છે. આ જોઈને હાજર તમામ લોકો હસી પડે છે.
ભારતી કહે છે કે, આ ગિફ્ટ તમે વહુરાણી આલિયા ભટ્ટને આપી દેજો. મેં લગ્નની તસવીરોમાં જોયું કે રણબીર ઘણો દુબળો લાગી રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે આલિયા વહુ તેમાં સારી સારી વાનગી બનાવે અને તમારા દીકરાને ખવડાવે. નીતૂ કપૂર ભારતીનો આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે, તે ખરેખર કેટલું વિચારે છે.
નીતૂ કપૂર ટૂંક સમયમાં શરુ થનારા ડાન્સ રિયાલિટી શા ડાન્સ દિવાને જૂનિયર્સને જજ કરતા જોવા મળશે. આ શા ૨૩ એપ્રિલથી શરુ થશે અને શનિવાર-રવિવારે ૯ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ શાના પ્રમોશન માટે તે નોરા ફતેહી અને મર્ઝી પેસ્તોનજી સાથે હુનરબાઝ પહોંચ્યા હતા. શામાં લગ્નનો માહોલ ઉભો કરવા માટે રણબીરનો વરઘોડો પણ નીકાળવામાં આવ્યો હતો.