Western Times News

Gujarati News

ભારતી સિહ ડ્રગ્સ કેસથી જાેડાયેલ બે અધિકારીઓને એનસીબીએ બરતરફ કર્યા

મુંબઇ, મુંબઇ એનસીબીએ કોમેડિયન ભારતસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયા કેસથી જાેડાયેલ પોતાના બે અધિકારીઓને બરતરફ કરી દીધી છે. આ પહેલા એનસીબીએ બંન્નેની જામીન રદ કરવા માટે વિશેષ એનડીપીએસ અદાલતકમાં અરજી દાખલ કરી હતી એ યાદરહે કે આ મામલામાં બંન્નેને ૨૩ નવેમ્બરે મુંબઇના મેજિસ્ટ્રેટે ૧૫૦૦૦-૧૫૦૦૦ રૂપિયાના મુચરકા પર જામીન આપી દીધા હતાં.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતી સિંહ અને તેના પતિ અને કરિશ્મા પ્રકાશના મામલાની તપાસ કરી બે અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.એનસીબીના જણાવ્યા અનુસાર આ અધિકારી જામીનની અરજીની સુનાવણીમાં હાજર થયા ન હતાં જેને કારણે તેમને બરતરફ કરવામાં આવ્યા હતાં.

ભારતીના ધરેથી એનસીબીને ૮૬.૫ ગ્રામ ગાંજાે મળ્યા બાદ ૨૧ નવેમ્બરે તેમની ધરપકડ કરવામાં આવી હતી.બંન્નેને ૧૫-૧૫ હજાર મુચરકા પર એક મેજિસ્ટ્રેટી અદાલતે જામીન આપ્યા હતાં. એનસીબીએ વિશેષ એનડીસીપી અદાલતથી જામીન રદ કરવાની વિનંતી કરી અને તેમને ન્યાયિક હિરાસતમાં મોકલવાના એક નીચલી અદાલતના આદેશને રદ કરી એજન્સીએ હિરાસતમાં પુછપરછની મંજુરી આપવાનો પણ અનુરોધ કર્યો હતો અદાલતે મંગળવારે દંપત્તિને નોટીસ જારી કરી અને આગામી સપ્તાહે મામલામાં સુનાવણી થઇ શકે છે.

ભારતી સિંહના વકીલ અયાજ ખાન દ્વારા જામીન અરજીઓ દાખલ કરી હતી.તેમણે દલીલ કરી હતી કે એનસીબીએ દંપત્તિના નિવાસ અને કાર્યાલયે દરોડો પાડી ૮૬.૫ ગ્રામ ગાંજાે જપ્ત કર્યો હતો એનડીપીસી કાનુન હેઠળ તેને કમ માત્રા માનવામાં આવ્યો છે. દંપત્તિ પર માદક પદાર્થના સેવન અને કબજે કરવાના સંબંધનો મામલો દાખલ કરવામાં આવ્યો છે કાનુન હેઠળ માદક પદાર્થની આટલી માત્રાને ખુહ ઓછા માત્રા બતાવવામાં આવી છે.એનસીબી તરફથી કોઇ વકીલ અદાલતમાં હાજર ન હતાં અને અધિકારીઓએ અદાલતમાં જામીન અરજી પર જવાબ આપવા માટે સમય આપવાની માંગ કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.