ભારતે અફઘાનિસ્તાનને કોરોના વેક્સિનના ૫ લાખ ડોઝ આપ્યા
નવી દિલ્હી, ભારતે આજે અફઘાનિસ્તાનને કોરોના વેક્સીન કોવેક્સીનના ૫૦૦,૦૦૦ ડોઝના જથ્થાની આપૂર્તિ કરી છે. ભારતે માનવીય આધાર પર આ મદદ કરી છે. વેક્સીનના જથ્થાને ઈન્દિરા ગાંધી હોસ્પિટલ કાબુલને સોંપી દેવામાં આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે.
સાથે વિદેશ મંત્રાલયે કહ્યું કે, આવનારા સપ્તાહમાં વધુ પાંચ લાખ ડોઝ મોકલવામાં આવશે. ભારતે અફઘાન લોકોના ખાદ્યાન્ન, કોરોના વેક્સીનના એક મિલિયન ડોઝ અને જરૂરી જીવન પક્ષક દવાઓ સહિત માનવીય સહાયતા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ કર્યુ છે.
પાછલા મહિનાની શરૂઆતમાં ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) ના માધ્યમથી અફઘાનિસ્તાનને ૧.૬ ટન ચિકિત્સા સહાયતા પ્રદાન કરી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું- આવનારા સપ્તાહમાં, અમે ઘઉંની આપૂર્તિ અને બાકી ચિકિત્સા સહાયતાની આપૂર્તિ કરીશું. આ સંબંધમાં અમે પરિવહનના માધ્યમને અંતિમ રૂપ આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓ અને અન્ય લોકોના સંપર્કમાં છીએ.
મહત્વનું છે કે તાલિબાને ૧૫ ઓગસ્ટે કાબુલ પર કબજાે કરી લીધો હતો અને ત્યારબાદ દેશ ખરાબ આર્થિક સ્થિતિ, માનવીય અને સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યું છે.
વિદેશી સહાયતા સસ્પેન્ડ, અફઘાન સરકારની સંપત્તિને જપ્ત કરવા અને તાલિબાન પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના સંયોજન પહેલા જ ઉચ્ચ ગરીબીના સ્તરથી પીડિત દેશમાં એક પૂર્ણ આર્થિક સંકટ આવી ગયું છે.
ઉલ્લેખનીય છે કે ભારતે કોરોના સંકટ દરમિયાન વિશ્વના ઘણા દેશોમાં કોરોના વેક્સીન પહોંચાડી છે. કોરોના મહામારીના સમયમાં ભારતે વેક્સીનની સાથે દવાઓ અને અન્ય મેડિકલ સાધનોની પણ સહાયતા કરી છે.SSS