ભારતે અમેરિકાને સ્વદેશી લડાકુ વિમાન ‘તેજસ’ વેચવાની ઓફર કરી
નવી દિલ્હી, અત્યાધુનિક હથિયારો બનાવવામાં અને વેચવામાં અમેરિકાની તોલે હાલમાં તો દુનિયાનો કોઈ દેશ આવતો નથી.ભારત પણ અમેરિકાનુ મોટુ ગ્રાહક બની રહ્યુ છે.
જોકે ભારત સરકાર ઘર આઁગણે હથિયારો બનાવવા પર જોર આપી રહી છે એટલુ જ નહી ઉલટી ગંગા કહેવાય તેવા એક કિસ્સામાં ભારત સરકારે અમેરિકાને પોતાનુ સ્વદેશી ફાઈટર જેટ તેજસ વેચવા માટે ઓફર કર્યુ છે.
વાત એવી છે કે, અમેરિકન નેવીને અન્ડર ગ્રેજ્યુએટ જેટ ટ્રેનિંગ સિસ્ટમ હેઠળ શિખાઉ પાયલોટોને તાલીમ આપવા માટે ટ્રેનર જેટની જરુર છે.આ માટે અમેરિકન નેવીએ ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યુ છે ત્યારે ભારતે પોતાનુ સ્વદેશી જેટ તેજસ અમેરિકાને વેચવા માટે તક ઝડપી છે.ભારતે સત્તાવાર રીતે નેવીને આ જેટ વેચવાની ઓફર કરી છે.
આ ઓફરમાં ભારતે તેજસ વિમાની ખૂબીઓનો ઉલ્લેખ કર્યો છે.એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે અમેરિકાની જરુરિયાત પ્રમાણે ભારત તેજસ વિમાનના કેટલાક ફીચર બદલવા માટે પણ તૈયાર છે.જેથી પાયલોટસને એડવાન્સ ટ્રેનિંગ મળી શકશે.ભારતે તેજસ વિમાનનુ MK 1A વર્ઝન ઓફર કર્યુ છે.
જો તેના પર વાત આગળ વધશે તો ભારત ઔપચારિક રીતે રિકવેસ્ટ ફોર પ્રપોઝલ મોકલશે.ભારત દ્વારા અમેરિકાને અપાયેલી ઓફરનુ એક કારણ એ પણ છે કે તેજસનુ ઉપરોક્ત વર્ઝન એરક્રાફ્ટ કેરિયર પરથી પણ ઓપરેટ થઈ શકે છે.તેજસ લડાકુ વિમાનો માટેની લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટની કેટેગરીમાં આવે છે.તેની એક ખાસિયત એ પણ છે કે, તેને ટેકઓફ અને લેન્ડિંગ માટે બહુ ઓછી જગ્યાની જરુર પડે છે.