ભારતે એલએસી પર વધુ ૩૦ હજાર સૈનિકો ગોઠવ્યા
નવી દિલ્હી, એલએસી પર ચીન સાથે ઘર્ષણ થયા બાદ ભારતીય લશ્કર વધુ સતર્ક બની ગયું છે અને સરહદ પર ભારતીય જવાનો સતત પેટ્રોલીંગ કરી રહયા છે ચીન દ્વારા સરહદ પર શસ્ત્રો ગોઠવાતા ભારતે પણ તેની સામે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને વધુ ૩૦ હજાર સૈનિકો એલએસી પર ગોઠવી દેતા હવે ચીનની સામે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જાેકે હવાઈ દળને પણ એલર્ટ રાખવામાં આવ્યું છે અને હવાઈ પેટ્રોલીંગ સતત કરવામાં આવી રહયું છે. ભારતીય સેના સાથે ચીની સૈનિકોએ કરેલી અથડામણ બાદ ભારતીય સેનાએ મક્કમતાથી વળતો જવાબ આપ્યો હતો જેના પરિણામે હવે ચીન રઘવાયુ થયું છે અને સતત ભારત પર દબાણ લાવી રહયું છે તો સામા પક્ષે ભારત પણ દબાણને વશ થયા વગર એલએસી પર વધુને વધુ સૈનિકોને ગોઠવી રહયું છે એલએસી ખાતે વધુ ૩૦ હજાર સૈનિકો ગોઠવતા તેમના માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે આ માટે જરૂરી ખાવા પીવાની સામગ્રી પણ પુરતા પ્રમાણમાં મોકલવાનું આયોજન કરાયું છે જાેકે આગામી દિવસોમાં લદ્દાખમાં વાતાવરણ ખૂબજ ઠંડુ હોય છે તેથી ઠંડીમાં રક્ષણ આપવા માટે પણ જરૂરી વસ્ત્રો સહિતની સામગ્રી પહોંચાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.