ભારતે ઓડિશાથી પૃથ્વી-૨ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
ભુવનેશ્વર, ભારતે ઓડિશાના ચાંદીપુરમાં ૨૫૦ કિલોમીટરથી વધુની સ્ટ્રાઈક રેન્જ સાથે પૃથ્વી-૨ બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું ડીઆરડીઓ દ્વારા વિકસિત આ મિસાઈલ પહેલેથી જ સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડનો ભાગ છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સપાટી પર પ્રહાર કરતી મિસાઈલનું પરીક્ષણ ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર) પરથી કરવામાં આવ્યું હતું. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિસાઇલ એક સિદ્ધ પ્રણાલી છે અને તે ખૂબ જ ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે લક્ષ્યોને ભેદી શકવા માટે સક્ષમ છે.
નોંધનીય છે કે, આ પહેલા આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોર તટ પર જ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ પણ સફળ રહ્યું હતું જેણે તમામ પરિમાણો પ્રાપ્ત કર્યા હતા. મળતી માહિતી મુજબ, આ સપાટીથી સપાટી પર માર કરતી મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. પૃથ્વી-૨, સ્વદેશી રીતે વિકસિત પરમાણુ સક્ષમ મિસાઈલ, ૩૫૦ કિમીની રેન્જ ધરાવે છે. તે વોરહેડ્સ લઈ જવા માટે પણ સક્ષમ છે અને ટ્વીન એન્જિન દ્વારા સંચાલિત છે.
મહત્વની વાત એ છે કે પૃથ્વી એ સપાટીથી સપાટી પર માર મારનાર શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે. પૃથ્વી-૨ મિસાઈલ ૫૦૦-૧૦૦૦ કિલોગ્રામ વોરહેડ્સ લઈ જવા માટે સક્ષમ છે અને તેના બે એન્જિન પ્રવાહી ઈંધણ પર ચાલે છે.
દેશમાં વિકસિત આ મિસાઈલ ૧૫૦ થી ૬૦૦ કિમી સુધીના લક્ષ્યને નિશાન બનાવી શકે છે. નોંધનીય છે કે પૃથ્વી શ્રેણીની ત્રણ મિસાઇલો છે – પૃથ્વી-૧, પૃથ્વી-૨, પૃથ્વી-૩. તેમની રેન્જ અનુક્રમે ૧૫૦, ૩૫૦ અને ૬૦૦ કિમી સુધીની છે.HS1MS