ભારતે કંદહારથી તેના ૫૦ ડિપ્લોમેટ્સને પાછા બોલાવ્યા

કંદહાર, અમેરિકન સૈનિકોની વિદાય બાદ અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તાલિબાન પોતાનુ પ્રભુત્વ જમાવી રહ્યુ છે ત્યારે હવે ભારતે કંદહાર સ્થિત પોતાના ૫૦ ડિપ્લોમે્ટસને અને સુરક્ષાકર્મીઓને પાછા બોલાવી લીધા છે.વાયુસેનાના એક ખાસ વિમાન મારફતે તેમને પરત લાવવામાં આવ્યા હતા.
શનિવારે આ વિમાન નવી દિલ્હી માટે રવાના થયુ હતુ.જાેકે સ્થાનિક કર્મચારીઓ હજી ભારતીય કચેરીમાં છે પણ વાણિજ્ય દુતાવાસ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાયુ છે.ઉલ્લેખનીય છે કે, કંદહારમાંથી ભારતીય ડિપ્લોમે્ટસને પાછા બોલાવવાનો ર્નિણય વિદેશ મંત્રાલયના નિવેદન બાદ આવ્યો છે.જેમાં મંત્રાલયે કહ્યુ હતુ કે દૂતાવાસ બંધ નથી.
જાેકે આ નિવેદનના બે જ દિવસ બાદ ભારતીય ડિપ્લોમેટ્સને પાછા બોલાવવામાં આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે કંદહાર અને અફઘાનિસ્તાનના દક્ષિણમાં આવેલા પ્રાંતોમાં પાકિસ્તાનના લશ્કર એ તોયબાના આંતકવાદીઓ મોટી સંખ્યામાં હાજર છે.જેના કારણે અહીંથી ભારતીય કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓને પાછા બોલાવવાનો ર્નિણય લેવાયો છે.
દક્ષિણી અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે મળીને લશ્કર એ તોયબાના ૭૦૦૦ આતંકીઓ અફઘાનિસ્તાનની સેના સામે લડી રહ્યા છે.