Western Times News

Gujarati News

ભારતે કયા કારણોસર રશિયાનો સાથ આપવો જોઈએ

યુક્રેન મુદ્દે મૌન રાખવા બાબતે ભારત પાસે કેટલાક સારા કારણો છે. રશિયા ભારતનું સૌથી મોટું હથિયાર સપ્લાયર છે. ભારતની સશસ્ત્ર દળોની 70% સિસ્ટમો હજી પણ રશિયન મૂળની છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, 2016 અને 2020 વચ્ચે ભારતની શસ્ત્રોની આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ અડધો હતો.

ડિસેમ્બરમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુટિને વેપાર અને શસ્ત્રોના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં 10-વર્ષના લશ્કરી અને તકનીકી સહકાર કાર્યક્રમનો સમાવેશ થાય છે જેમાં ભારત અડધા મિલિયન કલાશ્નિકોવ એસોલ્ટ (ઓટોમેટીક કલાશ્નિકોવ -એકે 47) રાઇફલ્સનું ઉત્પાદન કરશે. ભારત પહેલાથી જ રશિયા સાથે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બનાવી રહ્યું છે અને પાકિસ્તાન અને ચીનનો સામનો કરવા મોસ્કો પાસેથી મહત્ત્વની S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે.

સંરક્ષણની સિવાયની વાત કરીએ તો, એક રશિયન રાજ્યની માલિકીની કંપની ભારતનો સૌથી મોટો પરમાણુ પાવર પ્લાન્ટ બનાવી રહી છે. ભારત, ચીન અને યુએસ પછી ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે, અને ભારતની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે રશિયન તેલ અને ગેસ પર નિર્ભર છે.

તાજેતરના ઉર્જા સોદાઓમાં, જે વર્તમાન $11 બિલિયનથી 2025 સુધીમાં બંને વચ્ચેનો વાર્ષિક વેપાર ત્રણ ગણો થવાની ધારણા છે, ભારતે રશિયન કોલસાનો અવિરત પુરવઠો મેળવ્યો છે; આ વર્ષે 2 મિલિયન ટન તેલ માટે રોઝનેફ્ટ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા; રશિયન ઓઇલફિલ્ડ્સ અને એલએનજી અને રશિયાની પૂર્વમાં આવેલા કોકિંગ કોલસાની ખાણ જેવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે.

આર્થિક ભાગીદારી ભૌગોલિક રાજનીતિમાં ભારત અને રશિયા બંને દેશોની ઐતિહાસિક મિત્રતાને એક બીજા માટે પરસપર ઉપયોગી છે. અગાઉના સોવિયેત સંઘે પૂર્વ-ઉદારીકરણ ભારત માટે સમાજવાદી રોલ મોડલ તરીકે સેવા આપી હતી.  મોસ્કોએ હંમેશા વૈશ્વિક મંચોમાં ભારતનું સમર્થન કર્યું છે, ખાસ કરીને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથેના તેના પ્રાદેશિક વિવાદોમાં હંમેશા ભારતનો સાથ આપ્યો છે.

જ્યારે જરૂર પડે ત્યારે નવી દિલ્હીને જટિલ સૈન્ય સહાય પૂરી પાડવાથી રશિયા ક્યારેય ખચકાયું નથી. તેણે પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધ દરમિયાન ભારતને ડરાવવા માટે મોકલેલા યુદ્ધ જહાજને ખદેડી મૂકવા માટે હિંદ મહાસાગરમાં રશિયાએ નૌકાદળ મોકલીને યુ.એસ. સાથે યુદ્ધનું જોખમ પણ ઉઠાવ્યું હતું.

જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન પર સોવિયેત કબજા સામે લડતા જેહાદીઓને હથિયાર આપવા માટે પાકિસ્તાનનો સાથ આપ્યો, ત્યારે નવી દિલ્હીએ મોસ્કો તરફથી સમર્થન મેળવવાનું ચાલુ રાખ્યું હતું.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારબાદ,  યુરોપીયન યુનિયને (ઈયુ) પણ ભારતને કહ્યું કે તમે આ મામલે મધ્યસ્થી કરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્લાદિમીર પુતિન સાથે વાત પણ કરી. રશિયાના યુક્રેન પર આક્રમણને મુદ્દે યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં મતદાન થયું ત્યારે ચીન અને યુએઈની સાથે ભારતે એ મતદાનમાં ગેરહાજર રહેવાનું પસંદ કર્યું અને આડકતરી રીતે રશિયાનું સમર્થન આપ્યું હતું.

યુનોની સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ મેળવવા માટે ભારત લાયક હોવા છતાં યુક્રેને હંમેશાં ભારતને યુનોની સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ આપવા સામે વિરોધ જ કર્યો છે.

1957માં કાશ્મીર મુદ્દે યુનો ભારત પર તવાઈ લાવવા માગતું હતું એ વખતે રશિયાએ પોતાના વિટો પાવરનો ઉપયોગ કરી ભારતને મદદ કરી હતી. 1947માં ભારતને આઝાદી અંગ્રેજોથી મળી ગઈ,

https://westerntimesnews.in/news/181207

પરંતુ ગોવા પર પોર્ટુગલનું શાસન હતું.  1961માં ગોવાને ભારતમાં ભેળવવામાં આવ્યું એ વખતે પણ રશિયાએ ભારતને સમર્થન આપ્યું હતું. 1962માં કાશ્મીરને મુદ્દે રશિયાએ ભારતને સમર્થન આપ્યું હતું.

1971 માં પૂર્વ પાકિસ્તાન પ્રદેશે (બાંગ્લાદેશ) પશ્ચિમ પાકિસ્તાન સાથેના રાજકીય જોડાણમાંથી અલગ થવાનો પ્રયાસ શરૂ કર્યો. ભારતે બાંગ્લાદેશનને અલગ થવા માટે સમર્થન આપ્યું  હતું.  ઓગસ્ટ 1971માં સોવિયેત સંઘ (યુએસએસઆર- રશિયા) સાથે ભારત-સોવિયેત મિત્રતા અને સહકારની સંધિ પર હસ્તાક્ષર કર્યા. ડિસેમ્બરમાં ભારતે આ જંગમાં ઝંપલાવ્યુ અને બાંગ્લાદેશના નવા દેશની સ્થાપનાની ખાતરી આપી. આમ, 1971માં પણ ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતેે રશિયા ભારતની તરફેણમાં ઊભું રહ્યું હતું

આ ઉપરાંત  2019માં ભારતીય બંધારણમાંથી કલમ 370 રદ કરાઈ એ વખતે પણ રશિયાએ ભારતએ સાથ આપ્યો હતો. આ ઉપરાંત રશિયાએ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુનો) માં કાયમી બેઠક મેળવવાનું ભારપૂર્વક સમર્થન કર્યુ હતું. રશિયાએ NSG અને APECમાં ભારતને જોડાવાનું સમર્થન આપ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.