Western Times News

Gujarati News

ભારતે કોરોનાની વેક્સિનના ૬૦ કરોડ ડોઝ વિશ્વમાંથી ખરીદ્યા

નવી દિલ્હી, ભારતએ કોરોના વાયરસ રસીના ૬૦ કરોડ ડોઝનો પ્રી-ઓર્ડર આપી રાખ્યો છે. આ સિવાય બીજા એક અબજ ડોઝ મેળવવા માટે વાતચીત ચાલી રહી છે. એડવાન્સ માર્કેટ કમિટમેંટસના એક ગ્લોબલ એનાલિસિસમાં આ વાત સામે આવી છે. આ કેસમાં માત્ર અમેરિકા જ આનાથી આગળ છે જેને ૮૧ કરોડ ડોઝનો પ્રી-ઓર્ડર કર્યો છે. આ સિવાય પણ તેઓ વધુ ૧.૬ અબજ ડોઝ મેળવવાની કોશિષમાં છે. એનાલિસિસના મતે ઉચ્ચ અને મધ્યમ આવકવાળા કેટલાંય દેશોએ ૮ ઑક્ટોબર સુધીમાં અંદાજે ૩.૮ અબજ ડોઝનું બુકિંગ કરાવી લીધું હતું. આ સિવાય બીજા પાંચ અબજ ડોઝ માટે સોદાબાજી ચાલી રહી છે. ભારતની પાસે એડવાન્ટેજ એ પણ છે કે આ રસી બનાવાના મામલામાં દુનિયામાં નંબર વન છે અને તેને આ ક્ષમતાનો ફાયદો ચોક્કસ મળશે.

અમેરિકાના ડ્યૂક ગ્લોબલ હેલ્થ ઇનોવેશન સેન્ટરના મતે ૮ ઑક્ટોબર સુધીમાં કોરોના વેક્સીનનું બુકિંગ સ્ટેટસ કંઇક આ રીતનું છે. અમેરિકામાં ૮૧ કરોડ ડોઝ કન્ફર્મ અને ૧.૬ અબજ ડોઝ માટે વાતચીત ચાલુ છે. ભારત માટે ૬૦ કરોડ ડોઝ કન્ફર્મ, અને ૧ અબજ ડોઝ માટે વાતચીત ચાલુ છે જ્યારે યુરોપિયન યુનિયનના ૪૦ કરોડ ડોઝ કન્ફર્મ અને ૧.૫૬૫ અબજ ડોઝ માટે વાટાઘાટ ચાલુ છે. જો વસતીની દ્રષ્ટિથી જોઇએ તો કેનેડાએ પોતાની વસતી કરતાં ૫ ગણા વધું ડોઝ બુક કરાવી દીધા છે.

યુકેએ વસતીથી અંદાજે અઢી ગણી વધુ રસી ખરીદવાનો સોદો કરી રાખ્યો છે. અમેરિકાએ પોતાની વસતીના ૨૩૦%ને કવર કરવા માટે ઘણા ડોઝ બુક કરાવી રાખ્યા છે. રિસર્ચ સેન્ટરના આસિસ્ટન્ટ ડાયરેકટર આંદ્રિયા ટેલરના મતે એ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે તેમાંથી થોડીક જ રસીની ખરીદી અસલમાં થઇ શકશે જે રેગ્યુલેટરની અપ્રૂવલ પર ર્નિભર કરશે. અત્યાર સુધી આ તમામ વેક્સીન એક્સપેરિમેન્ટલ સ્ટેજમાં છે અને કોઇને પણ રેગ્યુલેટરી અપ્રૂવલ મળી નથી. એવામાં દેશ જે પણ સોદો કરી રહ્યું છે. તેમાંથી કદાચ ઘણીબધી કયારેય પૂરી નહીં થઇ શકે. ઉદાહરણ તરીકે યુકે એ પાંચ અલગ-અલગ રસીનો સોદો કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.