Western Times News

Gujarati News

ભારતે કોરોના મૃત્યુદરનો અંદાજ લગાવવા WHOની પદ્ધતિ પર ઉઠાવ્યા સવાલ

મંત્રાલયે નિવેદનમાં કહ્યું, કે “ભારતનો મૂળ વાંધો પરિણામ પર નથી પરંતુ અનુસરવામાં આવેલી પદ્ધતિ પર છે

નવી દિલ્હી, ભારતે દેશમાં કોવિડ-૧૯ મૃત્યુ દરનો અંદાજ લગાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની પદ્ધતિ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ભારતે કહ્યું કે આવા ગાણિતિક મોડલનો ઉપયોગ આટલા મોટા ભૌગોલિક કદ અને વસ્તી ધરાવતા દેશ માટે મૃત્યુઆંકનો અંદાજ કાઢવા માટે કરી શકાતો નથી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ૧૬ એપ્રિલના રોજ પ્રકાશિત ‘ગ્લોબલ કોવિડ ડેથ ટોલ સાર્વજનિક બનાવવા માટે ભારત ઉૐર્ંના પ્રયાસને અવરોધે છે’ શીર્ષકવાળા ન્યૂયોર્ક ટાઇમ્સના લેખના જવાબમાં આ જણાવ્યું હતું. મંત્રાલયે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપનાવવામાં આવી રહેલી પદ્ધતિને લઈને દેશે ઘણી વખત પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

મંત્રાલયે નિવેદનમાં કહ્યું, “ભારતનો મૂળ વાંધો પરિણામ પર નથી પરંતુ અનુસરવામાં આવેલી પદ્ધતિ પર છે.” ઉપરાંત અનેક દેશોએ આ પદ્ધતિ પર તેમની ચિંતા વ્યક્ત કરી છે.

દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૦ નવા કેસ અને ૪ સંક્રમિતોના મોત થયા છે. શનિવારે ૯૭૫ નવા કેસ અને માત્ર ૪ સંક્રમિતોના મોત થયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૧,૫૫૮ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૧,૭૫૧ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૫,૦૮,૭૮૮ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૮૬,૫૧,૫૩,૫૯૩ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૨,૫૬,૫૩૩ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૨૫ ટકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.