ભારતે કોરોના વેક્સિનના 150 કરોડ ડોઝનો ઓર્ડર
ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ તેના અંતિમ તબક્કામાં છે. કેટલીય કંપનીઓએ ટ્રાયલમાં સારા પરિણામ જોતા મોટા પ્રમાણમાં ઉત્પાદન શરુ પણ કરી દીધું છે.
તો મોટા અને અમીર દેશો વચ્ચે કોરોના વેક્સિનની ખરીદી અને ઓર્ડર આપવાની જાણે કે સ્પર્ધા થઇ છે. તેવામાં ભારતે પણ કોરોના વેક્સિનના 150 કરોડ ડોઝની ખરીદીને ફાયનલ કરી છે.
વોલ સ્ટ્રીટ જર્નલની એક રિપોર્ટ પ્રમાણે કોરોના વેક્સિનની ખરીદીમાં ભારત ત્રીજા નંબર ઉપર છે. ભારતના લોકો માટે આ ખુશખબરી છે કે ભારતે તેની વસતીના પ્રમાણમાં વધારે ડોઝનો એડવાન્સ ઓર્ડર આપ્યો છે. ભારત સરકાર પહેલાં જ સ્પષ્ટ કરી ચૂકી છે કે દેશના તમામ નાગરિકોને કોરોના વેક્સિન મફત આપવામાં આવશે.
ભારત 1.5 અબજથી વધારે ડોઝની ખરીદીની પુષ્ટિ કરી ચૂક્યું છે. જ્યારે અમેરિકા એક અબજ ડોઝ અને યુરોપિયન યુનિયન 1.2 અબજ ડોઝ સાથે આગળ છે. વસતીના પ્રમાણમાં વેક્સિન ડોઝના ઓર્ડર પ્રમાણે રેન્કિંગ આપવામાં આવ્યું છે. ભારત પહેલાંથી જ તેવા લોકોની યાદી કરી રહ્યું છે જેમને પહેલાં રસી આપવાની છે. આ ઉપરાંત રસીકરણના પ્લાન ઉપર પણ કામ ચાલી રહ્યું છે.