ભારતે ચીનને જડબાતોડ જવાબ આપવા પાક. સરહદેથી પૂર્વોત્તરમાં ૩૫,૦૦૦ સૈનિકો મોકલ્યા
નવીદિલ્હી, ભારતીય ભૂમિ દળના નવા અધ્યક્ષ જનરલ મનોજ પાંડેએ તાજેતરમાં જ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને લઇને ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ખોટી હરકતોને સહન કરવામાં નહીં આવે. આ જ કડીમાં ભારતીય સેનાએ લદ્દાખ સેક્ટરથી સેનાના ૩૫ હજાર સૈનિકોને એલએસી નજીક મોકલી દીધા છે. જાેકે સૈનિકોને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા લગભગ બે વર્ષથી વધારે સમયથી ચાલી રહી છે.
વાસ્તવમાં એનઆઇએએ પોતાના રિપોર્ટમાં વરિષ્ઠ સરકારી સૂત્રોને ટાંકતા કહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં લગભગ ૩૫ હજાર સૈનિકોને ચીન સરહદે તૈનાત કરી દેવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક સૈનિકો આતંકવાદ વિરોધી ભૂમિકાઓેમાં સક્રિય હતાં.
રાષ્ટ્રીય રાયફલ્સમાંથી ૧ ડિવિઝનને પણ જમ્મુ-કાશ્મીરથી આતંકવાદ વિરોધી ભૂમિકાઓમાંથી હટાવી દેવામાં આવ્યો હતો અને હવે તેમને પૂર્વ લદ્દાખ સેક્ટરમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ રીતે તેજપુર સ્થિત ગજરાજ કોર અંતર્ગત આસામ સ્થિત એક ડિવિઝનને ઉગ્રવાદ વિરોધી ભૂમિકામાંથી હટાવી દેવામાં આવ્યું છે અને હવે તેનું કામ પૂર્વોત્તર ચીનની સરહદની દેખભાળ કરવાનું છે.
આ બધુ ત્યારે થયું છે જ્યારે તાજેતરના દિવસોમાં ચીને ભારતીય ચોકીઓ વિરૂદ્ઘ મોટી સંખ્યામાં સૈનિકોને સ્થળાંતરિત કરવા યથાસ્થિતિને એકતરફી બદલવાનો પ્રયાસ કર્યો. જાેકે સૈનિકોની તૈનાતી બાદ પણ ભારતીય સેના પોતાના દળોને પુનર્સંતુલન અને પુનર્ગઠન કરી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન સરહદ કરતાં હવે વધારે ચીન સરહદે પડકાર છે જે કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.HS