Western Times News

Gujarati News

ભારતે જે રીતે અમારી મદદ કરી તે રીતે અમે મદદ કરીશું

વૉશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડન અને ઉપ-પ્રમુખ કમલા હેરિસે ભારત અને દેશના નાગિરકોની કોવિડની બીજી લહેર વચ્ચે મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. અમેરિકાના શીર્ષ નેતૃત્વ તરફથી આ મામલે ટ્‌વીટ કરવામાં આવ્યું છે. જાે બાઇડને ટ્‌વીટ કરીને લખ્યું છે કે, અમેરિકા કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે ઉપયોગી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરું પાડતું રહેશે. બાઇડને ટ્‌વીટ કર્યું છે કે, જેવી રીતે ભારતે ખરા સમયે કોરોના સંકટમાં અમેરિકાની મદદ કરી હતી તેવી જ રીતે અમે ભારતની મદદ કરવા માટે દ્રઢ છીએ.

જાે બાઇડન ઉપરાંત અમેરિકાના ઉપ-પ્રમુખ કમલા હેરિસે પણ ટ્‌વીટ કરીને ભારતને મદદની ખાતરી આપી છે. તેમણે ટ્‌વીટ કર્યું છે કે, “મદદની સાથે સાથે અમે ભારતના નાગરિકો અને ખાસ કરીને સાહસિક સ્વાસ્થ્યકર્મીઓ માટે પ્રાર્થના કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે અમેરિકાના શીર્ષ નેતૃત્વ તરફથી આ પ્રથમ પ્રતિક્રિયા છે.

ઉપ-વિદેશ મંત્રી વેન્ડી શરમને કહ્યું છે કે, તેઓ આ મુદ્દે હાલના દિવસોમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધૂના સંપર્કમાં છે. બ્રિટન બાદ અમેરિકાએ ભારતને વેક્સીન ઉત્પાદન, ઑક્સીજનથી લઈને વેન્ટિલેટર સહિત દરેક સ્તરે મદદ કરવાનો ર્નિણય કર્યો છે.

ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે થયેલી વાતચીતમાં આ અંગે સહમતિ બની છે. વાતચીત દરમિયાન અમેરિકાએ ભારતીય કોરોના વેક્સીન કોવિશીલ્ડ માટે કાચો માલ આપવાની તૈયાર બતાવી છે. રવિવારે અમેરિકાના એનએસએ જેક સુલિવન અને ભારતના એનએસએ અજીત ડોભાલ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન અમેરિકાએ ભારત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી.

ભારત અને અમેરિકામાં આજકાલ કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ છે. ભારત અને અમેરિકા વચ્ચે મેડિકલ ક્ષેત્રે સાત દાયકાથી સહયોગ રહ્યો છે. એવામાં બંને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ સંકટના સમયમાં એકબીજાનો સાથ આપવાની વાત કરી હતી. કોરોના મહામારીની શરૂઆતમાં ભારતે અમેરિકાની મદદ કરી હતી. હવે અમેરિકા ભારતની મદદ માટે સહમત થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.