ભારતે દારચા અને લેહને જાેડતા હાઇવેનું પૂર્ણ કર્યું

ચીન સાથે તણાવ વચ્ચે ભારતની મોટી સફળતા-આ રસ્તા પર સૈનિકોની મૂવમેન્ટને ટ્રેસ કરી શકવી પાડોશી દેશો માટે મુશ્કેલઃસૈનિકોને મદદ કરવામાં સરળતા રહેશે
નવી દિલ્હી, ચીન સાથે સરહદ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે વધુ એક સફળતા મેળવી છે. ચીન વારંવાર ભારતને ધમકી આપી રહ્યું છે અને આ દરમિયાન ભારતે દારચા અને લેહને જોડતા હાઈવેનું કામ ઘણી ઝડપથી પુરૂ કરી લીધું છે. આ રસ્તાથી સૈનિકોને મદદ અને હથિયારો પહોંચાડવામાં સરળતા રહેશે. આ હાઈવેથી કાલગિલ ક્ષેત્રમાં પણ પહોંચવું સરળ બની જશે. આ રસ્તો રણનીતિની દ્રષ્ટીએ ઘણો મહત્વનો છે.
આ રસ્તા પર સૈનિકોની મૂવમેન્ટને ટ્રેસ કરી શકવી પાડોશી દેશો માટે અત્યંત મુશ્કેલ હશે. બોર્ડર રોડ્સ ટાસ્ક ફોર્સના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર એમકે જૈને જણાવ્યું છે કે નિમ્મુ-દારચા અને લેહને જોડનારો હાઈવે ટૂંક સમયમાં શરૂ થઈ જશે. ૨૮૦ કિમી લાંબા આ હાઈવે દ્વારા મનાલીથી લેહ જવામાં પાંચથી છ કલાકનો સમય બચી જશે. તેમણે કહ્યું છે કે આ રોડ લો એલ્ટિટ્યુડમાં છે તેથી વર્ષના ૧૦થી ૧૧ મહિના સુધી તેને ખુલ્લો રાખી શકાશે. હાઈવેમાં ફક્ત ૩૦ કિમીનું કામ બાકી છે અને ત્યાં સુધી ડાયવર્ટિંગ અને કનેક્ટિંગ રોડની મદદ લેવામાં આવશે.
અહીં પહેલા જ બે હાઈવે છે પરંતુ તેના દ્વારા મનાલીથી લેહ પહોંચવામાં વધારે સમય લાગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હિમાચલથી લદ્દાખ સુધી વધુ એક વૈકલ્પિક રોડ ફરીથી ખોલવાનું કામ ચાલી રહ્યું છે અને તે ૨૦૨૨ સુધી ચાલુ થઈ જશે. સૂત્રોએ કહ્યું છે કે લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર દૌલત બેગ ઓળ્ડી અને દેપસાંગ જેવા અનેક મહત્વના વિસ્તારો સુધી સૈનિકોની અવરજવર માટે અનેક રોડ યોજનાઓ પર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન લદાખને ડેપસાંગથી જોડનારા એક મહત્વના રોડ પર કામ કરી રહ્યું છે. આ રોડ લદાખમાં સબ-સેક્ટર નોર્થ સુધી પહોંચશે. આ રોડની સૌથી મોટી ખાસિયત એ છે કે આ રોડ સમગ્ર વર્ષ ખુલ્લો રહી શકે છે. બે અન્ય રોડ ફક્ત છથી સાત મહિના સુધી જ ખુલ્લા રહી શકે છે. સામાન્ય રીતે નવેમ્બરથી છ મહિનાના સમય માટે તે બંધ રહેતા હતા. બીઆરઓના એન્જિનિયરોએ કહ્યું છે કે આ રોડ હવે ઉપયોગમાં આવશે અને ઘણા ટન વજન ધરાવતા ભારે વાહનો માટે તૈયાર છે. SSS