ભારતે દૈનિક સ્તરે સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાવી નવી સિદ્ધિ હાંસલ કરી

26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 70%થી વધુ સાજા થવાનો દર નોંધાવ્યો
આ સાથે કોવિડ-19 દર્દીઓમાં ભારતનો સાજા થવાનો દર 77% (77.09%) ને પાર થઈ ગયો છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ (8,15,538) કરતાં 21.5 લાખ વધુ થઇ ગઈ છે.
સાજા થયેલા દર્દીઓ આજની તારીખે સક્રિય કેસ કરતા 3.6 ગણાવધી ગયા છે. સાજા થયેલા દર્દીઓની વિક્રમજનક સંખ્યાએ સુનિશ્ચિત કર્યું છે કે દેશનું વાસ્તવિક કેસ ભારણ અર્થાત સક્રિય કેસમાં ઘટાડો થયો છે અને હાલમાં કુલ પોઝિટીવ કેસના ફક્ત 21.16% છે.
હોસ્પિટલોમાં સુધારેલ અને અસરકારક તબીબી સારવાર, નિરીક્ષણ હેઠળ હોમ આઇસોલેશન, નોન-ઇન્વેસિવ ઓક્સિજન સપોર્ટનો ઉપયોગ, તાત્કાલિક અને સમયસર સારવાર માટે દર્દીઓને લઇ જવા માટે એમ્બ્યુલન્સની સુધારેલી સેવાઓ, નવી દિલ્હીની એઇમ્સ દ્વારા ટેલિ-પરામર્શ સત્રો દ્વારા કોવિડ-19 દર્દીઓની સારવાર માટેના તબીબી વ્યવસ્થાપન કુશળતામાં સુધારો લાવવા તકનીકી માર્ગદર્શન, સ્ટીરોઇડ્સ અને એન્ટિ-કોગ્યુલેન્ટ્સનો ઉપયોગ, વગેરે એકીકૃત કાર્યક્ષમ દર્દીના સંચાલનમાં પરિણમે છે.
આ સુવિધાઓએ સુનિશ્ચિત કર્યું છે કે ભારતનો મૃત્યુદર (સીએફઆર) વૈશ્વિક સરેરાશ (3.3%) ની નીચે જળવાઈ રહ્યો છે. જેમાં દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે, જે આજે 1.75% ની સપાટીએ પહોંચ્યો છે. કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA. કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો [email protected] પર અને અન્ય પ્રશ્નો [email protected] અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdfપર ઉપલબ્ધ છે