Western Times News

Gujarati News

ભારતે પાકિસ્તાન વિરૂધ્ધ કરેલી કાર્યવાહીમાં બે સૈનિકો માર્યા ગયા

Files Photo

શ્રીનગર, જમ્મુ કાશ્મીર સીમા પર પાકિસ્તાન સતત સંધર્ષ વિરામનો ભંગ કરે છે.જાે કે આ વખતે નાપાક ચાલ તેના પર જ ભારે પડી છે.ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર માર્યા હતાં ચોકાવનારી વાત એ છે કે પાકિસ્તાને કબુલ કર્યું છે કે ભારતની જવાબી કાર્યવાહીમાં તેના બે જવાન માર્યા ગયા છે.

વારંવાર જાેવામાં આવ્યું છે કે પાકિસ્તાન માર્યા ગયેલા પોતાના સૈનિકોની બાબતમાં સરળતાથી માહિતી આપતુ નથી પરંતુ આ વખતે પાકિસ્તાને માર્યા ગયેલા પોતાના સૈનિકોના ફોટા પણ જારી કર્યાં છે અને સ્વીકાર કર્યો છે કે ભારતીય સેનાએ તેમના બે સૈનિકોને ઠાર માર્યા છે.એ યાદ રહે કે ઠંડીની સીજનમાં પાકિસ્તાની સેના યુધ્ધવિરામનો ંભંગ કરી આતંકીઓની કાશ્મીરમાં ધુષણખોરી કરાવવાનો પ્રયાસ કરતી રહી છે.

પાકિસ્તાનની સેનાએ ટ્‌વીટ કર્યું હતું કે એલઓસીના ખુઇરાતા સેકટરમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે મરનાર જવાનોમાં લાંસ નાયક તારિક અને સિપાહી જરૂફ સામેલ છેે. જયારે પોતાના આ ટ્‌વીટમાં પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તેમની જવાબી કાર્યવાહીમાં બે ભારતીય સૈનિકો શહીદ થયા છે.

પાકિસ્તાની સેના દ્વારા પોતાના સૈનિકોન મારવાની વાતને તે સમયે કબુલ કર્યું જયારે તેને એકવાર ફરી ભારતીય સૈનિકના સર્જિકલ સ્ટ્રાઇકનો ખતરો અનુભવાઇ રહ્યો છે પાકિસ્તાને પોતાની સેનાન હાઇએલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનના મુખ્ય અખબાર એકસપ્રેસ ટ્રિબ્યુનલનું કહેવુ છે કે ગુપ્તચર એજન્સીથી એવા સંકેત મળ્યા છે કે દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલનથી ધ્યાન હટાવવા માટે ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે. સેનાના સુત્રોના હવાલાથી લખવામાં આવ્યું છે કે સ્ટ્રાઇકની આશંકાને કારણ પાકિસ્તાને ભારત સાથેની સીમાઓ પર સૈનિકોને સતર્ક રહેવા કહ્યું છે.
એ યાદ રહે કે ઉરી લશ્કરી સૈન્ય કેમ્પમાં આતંકીઓના હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.