ભારતે રાહુલને ભવિષ્યના કેપ્ટન તરીકે તૈયાર કરવો જોઈએ: ગાવસ્કર
નવીદિલ્હી, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા જ્યારે તેણે ટી૨૦ ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી.આઇસીસી વર્લ્ડ કપ બાદ કોહલી પોતાનું પદ છોડી દેશે. જાેકે, હવે સવાલ ઉભો થવા લાગ્યો છે કે આગામી ટી૨૦ કેપ્ટન કોણ હશે? આ યાદીમાં રોહિત શર્માનું નામ પ્રથમ આવે છે. ભારતના વાઈસ કેપ્ટન રોહિત શર્મા કેપ્ટનની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. પરંતુ આ દરમિયાન ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરનું મોટું નિવેદન સામે આવ્યું છે.
દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરએ કહ્યું છે કે ભારતે કેએલ રાહુલને ભવિષ્યના કેપ્ટન તરીકે તૈયાર કરવો જાેઈએ. ગાવસ્કર ઈચ્છે છે કે બીસીસીઆઈ અત્યારે રાહુલને ભારતનો ઉપ-કેપ્ટન બનાવે બીસીસીઆઇ આગળ જાેઈ રહ્યું છે. આગળ વિચારવું જરૂરી છે. ગાવસ્કરે કહ્યું, જાે ભારત નવા કેપ્ટનને તૈયાર કરવા માંગે છે, તો રાહુલને જાેઈ શકાય છે. તેણે સારું પ્રદર્શન કર્યું છે.
હવે ઇંગ્લેન્ડમાં પણ તેની બેટિંગ ઘણી સારી હતી. તે આંતરરાષ્ટ્રીય સ્તરે આઈપીએલ અને ૫૦ ઓવરની ક્રિકેટમાં પણ સારો દેખાવ કરી રહ્યો છે. તેને વાઈસ કેપ્ટન બનાવી શકાય છે.
જાેકે, વિરાટ કોહલીએ ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટન્સી ચાલુ રાખવાનો ર્નિણય કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કોહલીનું બેટ પહેલાની જેમ ચાલી શકતું નથી. કોહલી છેલ્લા બે વર્ષથી તમામ ફોર્મેટમાં એક પણ સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે. તેના નબળા ફોર્મ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તે ત્રણેય ફોર્મેટમાં ટીમની કેપ્ટનશિપ કરે છે અને તેનો ભાર તેનાથી સંભાળી શકાતો નથી.HS