શ્રીલંકાને 9 વિકેટથી હરાવી આઠમી વાર ભારત એશિયા કપ ચેમ્પિયન
અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 9 વિકેટથી હરાવી 7મી વાર આ ટાઈટલ જીત્યું છે. વરસાદના કારણે વિઘ્ન આવ્યું હોવાથી ભારત સામે 38 ઓવરમાં 102 ટાર્ગેટ હતો, જેને ટીમ ઈન્ડિયાએ 21.3 ઓવરમાં સરળતાથી ચેઝ કરી લીધો હતો.
ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય શ્રીલંકા માટે કંઈ ખાસ રહ્યો નહોતો. મેચની ચોથી ઓવરમાં રવિ કુમારે ચામિંડુ વિક્રમસિંધેને આઉટ કરી શ્રીલંકાની પહેલી વિકેટ પાડી હતી. વિક્રમસિંધે 2 રન કર્યા હતા. રાજ બાવાએ શેવોન ડેનિયલને આઉટ કરી બીજી વિકેટ લીધી હતી. આવી રીતે શ્રીલંકન ટીમની બેક ટુ બેક વિકેટ પડી જતા બોલિંગમાં ભારતનો દબદબો રહ્યો હતો.
SLની ટીમ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી છે, જ્યારે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે.