ભારતે સૌથી વધુ ૧૬૦ કરોડ વેક્સિનના ડોઝ બૂક કર્યા
નવી દિલ્હી: કોરોનાની રસીના કન્ફર્મ ડોઝ બૂકિંગના મામલે ભારત દુનિયામાં પહેલા નંબર પર છે. અત્યાર સુધીમાં તે ૧.૬ બિલિયન એટલે કે ૧૬૦ કરોડ વેક્સીનના ડોઝના ઓર્ડર આપી દીધા છે. એટલે કે ૮૦ કરોડ લોકો માટે પૂરતા ડોઝનુ બૂકિંગ થઈ ગયું છે. ડ્યુક યુનિવર્સિટી દુનિયાભરના વેક્સીન માટેના ઓર્ડર પર નજર રાખી રહી છે.
૩૦ નવેમ્બર સુધીનો યુનિવર્સિટી પાસે ડેટા છે જેમાં ભારતે સૌથી વધારે ડોઝ યુરોપિયન યુનિયનએ બૂક કરી રાખ્યા છે, જ્યારે અમેરિકા ત્રીજા નંબર પર છે. ઈયુને ૧.૫૮ બિલિયન ડોઝ મળશે અને અમેરિકાને ૧૦૦ કરોડથી વધારે. શરત એટલી છે કે વેક્સીન ટ્રાયલમાં સફલ સાબિત થાય અને તેના ઉપયોગની મંજૂરી મળે.
ઓક્સફોર્ડ એસ્ટ્રોજેનની વેક્સીન લગભગ તમામે બૂક કરી રાખી છે. સૌથી વધારે ૧.૫ બિલિયન ડોઝ આ જ વેક્સીનના બૂક થયા છે. ભારત સિવાય અમેરિકાએ પણ તેના ૫૦૦ મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ સિવાય નોવાવેક્સની વેક્સીનની ૧.૨ બિલિયન ડોઝ પણ બૂક થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને નવેમ્બરમાં કહ્યું હતું કે ભારતે જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૧ સુધી ૫૦ કરોડ ડોઝ મેળવવા માટે વેક્સીન નિર્માતાઓના સંપર્કમાં છે.
ડ્યુક યુનિવર્સિટીના ડેટા દર્શાવે છે કે ભારતે અત્યાર સુધીમાં ત્રણ ગ્લોબલ વેક્સીન કેન્ડિડેટ્સની ડીલ કરી છે. અમેરિકા અને ઈયુએ ૬-૬ વેક્સીન નિર્માતાઓ સાથે સોદો કર્યો છે. સૌથી વધારે કંપનીઓ સાથે ડીલ કેનેડા અને યુનાઈટેડ કિંગડમ છે જેમણે ૭ ડેવલપર્સ પાસે ૩૫૦ મિલિયનથી વધારે ડોઝ બૂક કરી રાખ્યા છે. યુનિવર્સિટીના એનાલિસિસમાં ચીન અને રશિયાનો સમાવેશ નથી થતો. આ બન્ને દેશોમાં પોતાના નાગરિકો માટે અલગ-અલગ વેક્સીન કેમ્પેન ચાલી રહ્યા છે.