ભારતે ૩૫ દિવસમાં ૧૦ મિસાઇલોનું પરીક્ષણ કરતા ચીન પાકિસ્તાન ચિંતિત
નવીદિલ્હી: ભારતે ૩૫ દિવસની અંદર ૧૦ એવા બ્રહ્મમાસ્ત્ર હાંસલકરી લીધા છે.જે ચીન અને પાકિસ્તાન બંન્ને માટે ખુબ ભારે સાબિત થઇ શકે છે ભારતની આ સફળતાની સૌથી મોટી વાત છે કે આ તમામ હથિયાર સ્વદેશી છે.
ડીઆરડીઓએ ગત ૩૫ દિવસોમાં ૧૦ મિસાઇલોના પરીક્ષણનો રેકોર્ડ બનાવી ચીનને વિચારવા પર મજબુર કરી દીધા છે કે ભારતથી તનાવ વધારી કયાંક તેમની મોટી ખુલ તો કરી દીધી નથીને ડીઆરડીઓએ પોતાની અનેક ઘાતક મિસાઇલોને અપગ્રેડ પણ કર્યું છે.બ્રહ્મોસની રેંજ ૨૯૦ કિલોમીટરથી વધારી ૪૦૦ કિલોમીટર કરી દેવામાં આવી છે. ચીને ભારતથી તનાવ વધાર્યા બાદ એલએસીની નજીક પોતાની અનેક મિસાઇલો તહેનાત કરી છે જેનો જવાબ આપતા ભારત પણ હવે જવાબી તહેનાતી કરી રહ્યું છે.
ગત ૩૫ દિવસોમાં ડીઆરડીઓની આ ગતિ ફકત ટ્રેલર ભરી છે માનવામાં આવી રહ્યું છે કે આવનારા કેટલાક દિવસોમાં ભારત એવી અનેક ઘાતક મિસાઇલોનું પરીક્ષણ કરી શકે છે જે બાદ ચીન અને પાકિસ્તાન બંન્નેનો ભય વધુ વધી જશે ડીઆરડીઓએ જે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું તે આ મિસાઇલનું અપગ્રેડેડ વર્જનનું પરીક્ષણ હતું ત્યારબાદ તેની મારક ક્ષમતા વધારી ૪૦૦ કિમી કરી દેવામાં આવી છે.
બ્રહ્મોસ ફકત લદ્દાખમાં જ નહીં પરંતુ વાસ્તવિક નિયંત્રણ રેખાની સાથે અન્ય ક્ષેત્રોમાં ચીનના ખતરાને ધ્યાનમાં રાખતા અનેક રણનીતિક સ્થાનો પર તહેનાત કરવામાં આવી છે ભારતીય સેનાએ ૨૩ સપ્ટેમ્બરે દેશમાં વિકસિત પૃથ્વી ૨ મિસાઇલની પરીક્ષણ અંધારામાં કર્યું જે પુરી રીતે સફળ રહ્યું આ મિસાઇલ ૩૫૦ કિમીના અંતર સુધી દુશ્મનોને ઢેર કરી શકે છે.
ભારતની સ્વદેશી મિસાઇલોના પરીક્ષણની ગતિ જાેઇ ચીનને પણ એ વાતની ચિંતા છે કે શું તેણે ભારતથી તનાવ વધારી તેને તેજીથી શક્તિ વધારવા માટે પ્રેરિત તો નથી કર્યા સિક્કિમ અરૂણચાલ પ્રદેશ ઉત્તરાખઁડ અને લદ્દાખની સીમાથી લાગેલ વિસ્તારોમાં નવી ચીની મ સિાઇલ સાઇટેં આવી છે એવામાં આકાશએયર ડિફેંસ સિસ્ટમ કોઇ પણ ગવાઇ ખતરાને જાેતા સંવેદનશીલ સ્થાનો પર લગાવાઇ છે. હવે ભારત પરમાણુ સક્ષમ અગ્નિ પાંચ મિસાઇલ સીરીજને આગળ વધારી રહ્યું છે તેની મારક ક્ષમતા ૫,૦૦૦ કિમીથી વધુ છે. પાકિસ્તાન પણ ૧૦ મિસાઇલોના પરીક્ષણથી ચિંતા છે.