ભારત અંતરીક્ષમાંથી સરહદો પર ચાંપતી નજર રાખશે
નવી દિલ્હી, અંતરીક્ષમાં રહેલો ઉપગ્રહ આપણી સરહદો પર ચાંપતી નજર રાખી શકે એવો એક ઉપગ્રહ કાર્ટોસેટ થ્રી લોંચ કરવાની તૈયારી ઇસરો કરી રહ્યું હોવાની માહિતી મળી હતી. ટેક્નીકલ ભાષામાં એને અર્થ ઓબ્ઝર્વેશન અથવા સર્વેલન્સ સેેટેલાઇટ કહી શકાય. આમાંનો પહેલો ઉપગ્રહ 25 નવેંબરે લોંચ કરાશે. બાકીના બે ડિસેંબરમાં લોંચ કરવાની યોજના છે. આ ઉપગ્રહો સતત ભારતીય સરહદ પર ચાંપતી નજર રાખશે અને પાડોશમાં રહેલા શત્રુ દેશોની ગતિવિધિ વિશે આપણન સતત માહિતગાર કરશે. શ્રીહરિકોટા લોંચિંગ સેન્ટરમાં 25મી નવેંબરે સવારે 9-28 વાગ્યે PSLV C-47 ને લોંચ કરવામાં આવશે. આ PSLV 3 પ્રાયમરી સેટેલાઇટ ઉપરાંત બે ડઝન વિદેશી નેનો અને માઇક્રો સેટેલાઇટ્સ પણ સાથે લઇ જશે. આ PSLV પોતાની સાથે ત્રીજી પેઢીના અર્થ ઇમેજિંગ સેટેલાઇટ કાર્ટોસેટ થ્રી ઉપરાંત અમેરિકાના 13 કમર્શિયલ સેટેલાઇટ પણ લઇ જશે.