Western Times News

Gujarati News

ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે પ્રથમ બે ટેસ્ટ દર્શકો વિના રમાશે

નવીદિલ્હી, ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આગામી સીરીજની બે ટેસ્ટ એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં દર્શકો વિના રમાશે મેજબાન સંધ ટીએનસીએના એક વરિષ્ઠ અધિકારીએ તેની માહિતી આપી તમિલનાડુ ક્રિકેટ સંધ ટીનસીએના સચિવ આર એસ રામાસ્વામી અનુસાર બે ટેસ્ટ મેચ કોવિડ ૧૯ની સ્થિતિને જાેતા ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્દેસ અનુસાર દર્શકો વિના રમાશે તેમણે જણાવ્યું હતું કે હાં વાયરસથી ઉત્પન્ન સ્થિતિને જાેતા બચાવના ઉપાય હેઠળ દર્શકોને બે ટેસ્ટ મેચોાં સ્ટેડિયમમાં જવાની મંજુરી આપવામાં આવશે નહીં.

આ સાથે જ એક સર્કુલર ટીએનસીના સભ્યોને મોકલવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે મેચોને દર્શકો વિના જ રમાડવાનો નિર્ણય બીસીસીઆઇની સાથે મળીને લેવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ ૧૯ મહામારીની વર્તમાન પરિસ્થિતિઓને જાેતા બીસીસીઆઇએ ભારત ઇગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન ખેલાડીઓની સુરક્ષાની સાથે કોઇ પણ રીતનું જાેખમ નહીં ઉઠાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમના જણાવ્યા અનુસાર બીસીસીઆઇ નિર્દેશ અનુસાર સાવધાનીના પગલા તરીકે પહેલી બે ટેસ્ટ મેચ પાંચથી ૧૭ ફેબ્રુઆરી વચ્ચે એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં દર્શકો વિના જ રમાશે.

આ ટેસ્ટ રમવા માટે ટીમો ૨૭ જાન્યુઆરી સુધી ચેન્નાઇ પહોંચે તેવી સંભાવના છે ત્યારબાદ બાયો બબલમાં પ્રવેશ કરતા પહેલા કોવિડ ૧૯ પરીક્ષણ કરવામાં આવશે કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે આઉટડોર ખેલ ગતિવિધિઓ માનક પરિચાલન પ્રક્રિયાનું પાલન કરતા ૫૦ ટકા દર્શકોની સાથે કરાવી શકાય છએ પહેલી ટેસ્ટ મેચ પાંચ ફેબ્રુઆરીએ શરૂ થશે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મચોની સીરીજ રમાનાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.