ભારત અને ઓસ્ટ્રેલિયાની નૌસેના યુદ્ધાભ્યાસ કરશે
નવી દિલ્હી: ચીનની સાથે ચાલી રહેલા ગંભીર સરહદ વિવાદની વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની નૌસેના બે દિવસીય યુદ્ધાભ્યાસ કરશે. આ યુદ્ધાભ્યાસ બુધવાર અને ગુરુવારે પૂર્વ હિન્દ મહાસાગરમાં કરવામાં આવશે. આ પહેલા ભારતીય નૌસેના અમેરિકા અને જાપાનની નૌસેનાની સાથે યુદ્ધાભ્યાસ કરી ચૂકી છે. આ પહેલા સપ્ટેમ્બર મહીનાની શરૂઆતમાં જ ભારતીય અને રશિયન નૌસેનાએ બંગાળની ખાડીમાં યુદ્ધાભ્યાસ કર્યો હતો. બીજી તરફ ભારતે અમેરિકા અને જાપાનની સાથે યુદ્ધાભ્યાસ કર્યો હતો. યૂએસ નેવીના પરમાણુ ક્ષમતાથી સજ્જ યૂએસએ નિમિત્જની સાથે આંદામાન નિકોબાર દ્વીપસમૂહોની પાસે સંયુક્ત અભ્યાસ કર્યો હતો.
નિમિત્જ દુનિયાનું સૌથું મોટું યુદ્ધ જહાજ માનવામાં આવે છે. ભારત અને જાપાનની નૌસેનાએ હિન્દ મહાસાગરમાં યુદ્ધાભ્યાસ કર્યો હતો. યુદ્ધાભ્યાસમાં બંને દેશોના બે-બે જહાજોએ હિસ્સો લીધો હતો. ભારત તરફથી નેવીના ટ્રેનિંગ જહાજ આઈએનએસ રાણા અને આઇએનએસ કુલીશ સામેલ થયા હતા તો જાપાન તરફથી જેએસ કાશિમા અને જેએસ શિમાયુકી સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે,
છેલ્લા કેટલાક મહીનાથી ચીનની સાથે રહેલા સરહદ વિવાદની વચ્ચે ભારતે સતત હથિયારોની ખરીદી અને અન્ય દેશોની સાથે વ્યૂહાત્મક સમન્વયને વધુ ગતિ આપી દીધી છે. ચીનની સાથે સરહદ વિવાદમાં ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે બંને દેશોની વચ્ચે સંબંધ ત્યાં સુધી સામાન્ય નહીં થઈ શકે જ્યાં સુધી એલએસી પર શાંતિ ન સ્થપાય. ૧૫ જૂને ગલવાન ઘાટીમાં થયેલા હિંસક ઘર્ષણ બાદ બંને દેશોની વચ્ચે તણાવ હજુ પણ ચાલુ છે.