ભારત અને ચીનની સેનાની પાછળ હટવાની પ્રક્રિયા પૂરી
નવી દિલ્હી: પાછલા વર્ષે માર્ચ મહિનામાં ચીનની સેનાએ ભારતીય વિસ્તારમાં ઘુષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પૂર્વી લદ્દાખમાં બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ બની ગઈ. ભારત અને ચીન વચ્ચે કૂટનીતિક અને સૈન્ય વાર્તાનો સિલસિલો ચાલ્યો પરંતુ ચીને દર વખતે વચન તોડ્યુ હતું. આ વચ્ચે ગલવાન વેલીમાં હિંસા પણ થઈ ગતી. લગભગ ૧૦ મહિના બાદ બન્ને દેશોની સેનાઓ પાછળ હટી રહી છે. દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ કહ્યુ કે, બન્ને દેશોની વચ્ચે પાછળ હટવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહએ કહ્યુ કે, ભારત અને ચીન વચ્ચે નવ રાઉન્ડની રાજદ્વારી અને સૈન્ય સ્તરની વાર્તા બાદ પૂર્વી લદ્દાખમાં બન્ને દેશોની સેનાના પાછળ હટવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.
રાજનાથ સિંહ અહીં પણ વિપક્ષ પર પ્રહાર કરવાનું ચુક્યા નહીં. તેમણે ભારતીય સેનાની બહાદુરી પર શંકા વ્યક્ત કરવાના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. રક્ષામંત્રીએ અહીં ભારતીય જનતા યુવા મોર્ચાના રાજ્ય સંમેલનમા કહ્યુ કે, દેશ પોતાની સરહદ પર કોઈપણ પ્રકારની એકતરફી કાર્યવાહીને મંજૂરી આપશે નહીં અને આ પ્રકારના પ્રયાસોને નિષ્ફળ કરવા માટે કોઈપણ કિંમત ચુકવશે. તેમણે કહ્યું કે, જ્યા સુધી
હું જીવતો છું કોઈપણ ભારતની એક ઈંચ જમીન પર કબજાે કરી શકશે નહીં. તેમણે કહ્યું, નવ રાઉન્ડની સૈન્ય તથા રાજદ્વારી વાર્તા બાદ સેનાઓની પાછળ હટવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. પરંતુ દુર્ભાગ્યથી કોંગ્રેસ ભારતીય સેનાની બહાદુરી પર શંકા કરી રહી છે. શું તે સૈનિકોનું અપમાન નથી, જે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપે છે. ગલવાનમાં પાછલા વર્ષે ચીની સૈનિકોની સાથે ઘર્ષણમાં ૨૦ ભારતીય સૈનિક શહીદ થયા હતા. સંઘર્ષમાં ચીનના સૈનિકોના પણ મોત થયા હતા. તેમણે કહ્યું કે, સરકારે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ક્યારેય પણ દેશની એકતા, ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતા સાથે સમજુતિ કરી નથી અને આમ ક્યારેય કરશે નહીં.