ભારત અને ચીન વચ્ચે જિનપિંગ વિવાદ કરાવે છે
બીજિંગ: ચીન રાષ્ટ્રપતિ શી જિનપિંગની ટીકા કરવી સત્તારુઢ કમ્યુનિસ્ટ પાર્ટીની એક આજીવન સભ્યને ભારે પડી છે. કાઇ જિયાએ જિનપિંગ પર આરોપ લગાવ્યો હતો કે તે ચીનના લોકોની આર્થિક અને સામાજિક પરેશાનીઓથી ધ્યાન હટાવવા માટે ભારત અને ચીન વચ્ચે વિવાદ ઉભો કરી રહ્યા છે.
આ આરોપ પછી પાર્ટીએ કાઈને નિષ્કાસિત કરી દીધી છે. તેનાથી ખબર પડે છે કે જિનપિંગનો પોતાની પાર્ટીમાં વિરોધ થઈ રહ્યો છે. જિયા છેલ્લા દોઢ દાયકાથી ચીનની સેન્ટ્રલ પાર્ટી સ્કૂલમાં પ્રોફેસર હતી. જ્યાં અમીર અને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓને પાર્ટીના આદર્શો અને સિદ્ધાંતોની શીખ આપવામાં આવે છે. જિયાએ કહ્યું કે કહ્યું કે જે લોકોને મેં શીખવાડ્યું તેમણે જ બહારનો રસ્તો બતાવી દીધો. તેના મતે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી હવે રાજનીતિક ખીચડીમાં બદલી ગઈ છે.
અમેરિકામાં રહેતી કાઇ શિયાએ કહ્યું કે જિનપિંગની શક્તિઓ અસીમિત છે. કોઈ તેનો વિરોધ કરી શકતું નથી. પણ પાર્ટીમાં જ અમેરિકા સાથે ટકરાવ જેવા મુદ્દા પર દબાયેલા અવાજમાં જિનપિંગની ટિકા થઈ રહી છે. જિયાએ કહ્યું કે વુહાનથી કોરોના મહામારી આખી દુનિયામાં ફેલાઈ છે. મોતના આંકડાઓને લઈને પણ જાણકારીઓ છુપાવવામાં આવી છે. જિયાના મતે પાર્ટી દુર્ભાવનાથી ગ્રસ્ત છે. ચીન ટુકડાઓમાં વહેચાયેલું છે.
પાર્ટીના નેતા એકબીજાના વિરોધાભાસી છે. મોટાભાગના નેતા ભ્રષ્ટાચારી છે જેથી તે રાષ્ટ્રપતિ સહિત કોઈ નેતા સામે અવાજ ઉઠાવી શકતા નથી. જિયાએ કહ્યું હતું કે જિનપિંગને ટિકા પસંદ નથી. આ પહેલા ચીનમાં સરકારના સ્વામિત્વવાળી રિયલ એસ્ટેટ કંપનીના પૂર્વ અધ્યક્ષ રેન ઝિકિયાંગને પાર્ટીથી નિષ્કાસિત કરી દેવાયા હતા. તેમણે કોરોનાને લઈને જિનપિંગની સાર્વજનિક રૂપથી ટિકા કરી હતી.