ભારત અને ચીન વચ્ચે ૯ એપ્રિલે ૧૧મી સૈન્ય સ્તરની બેઠક મળશે
નવીદિલ્હી: પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે સીમા વિવાદને ઉકેલને લઈને બન્ને દેશોના સૈન્ય સ્તરની ૧૧મી બેઠક આ વીકેન્ડ પર થઈ શકે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ મહત્વની બેઠક ૯ એપ્રિલના રોજ બોલાવવામાં આવી શકે છે. ભારત અને ચીનની વચ્ચે ગચ એપ્રિલ મેથી ચાલી રહેલા સીમા વિવાદને ઉકેલવા માટે કોર કમાન્ડર લેવલની ૧૦મી બેઠક પહેલા જ થઈ ચૂકી છે. હવે શુક્રવારે ૧૧મી સેન્ય બેઠકનું આયોજન કરવાની સંભાવના છે.
સેન્ય વાર્તા દરમિયાન બન્ને દેશોમાં મુખ્ય ઉદ્દેશ્ય ગોગરા હાઈટ્સ, સીએનસી જંક્શન અને ડેપ્સાંગ પ્લેન વિસ્તારને લઈને ચાલી રહેલા વિવાદને ઉકેલવા પર થશે. ભારતીય પક્ષ તરફથી આ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પીછે હટ કરવાને લઈને ત્યારે સહમતિ બનશે જ્યારે નિકાસી એક સમાન હશે.
બન્ને દેશો સેન્ય કમાન્ડર લેવલની ૧૦મી વાતચીતની સફળતાને વાગોળવા ઈચ્છે છે. બન્ને દેશો ઈચ્છે છે કે જે રીતે ફેબ્રુઆરી મહિનામાં પેંગોગ લેક એરિયામાં બન્ને દેશોએના એ વિસ્તારોનું અસૈન્યીકરણ કર્યુ પોત પોતાના સૈનિકોને પાછા વિવાદોથી પહેલા વાળી જગ્યાએ બોલાવ્યા.
તે રીતે બાકીના વિસ્તારોમાં બનેલા સીમા વિવાદને વાતચીતથી ઉકેલવામાં આવશે.આ બેઝ પર ભારત ડેપ્સાંગ પ્લેન્સ એરિયા પર વિસ્તારથી વાતચીત કરવા ઈચ્છે છે. જ્યાં ચીને ૩ હજારથી વધારે સૈનિક અને ભારે સેન્ય વાહનો જમા રાખ્યા છે. ફેબ્રુઆરીમાં બન્ને દેશોએ