ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમનું રાજકોટમાં આગમન
રાજકોટ, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી૨૦ સિરીઝનો ચોથો મુકાબલો રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાનો છે. ૧૭ જૂને રમાનાર ટી૨૦ મેચ માટે આજે ભારતીય અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી ચુકી છે. રાજકોટ પહોંચેલા બંને ટીમના ખેલાડીઓનું સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ ચોથી ટી૨૦ મેચ રમવા માટે રાજકોટ પહોંચી ચુકી છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી હોટલ સયાજીમાં પહોંચી છે. જ્યારે આફ્રિકાની ટીમ હોટલ ફોર્ચ્યુનમાં રોકાવાની છે. બંને ખેલાડીઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતું. એરપોર્ટ ખેલાડીઓને જાેવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ હાજર રહ્યાં હતા. તો હોટલમાં ખેલાડીઓ પહોંચ્યા તો તેમું કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કાઠિયાવાડની પરંપરા મુજબ રાસ-ગરબા પણ જાેવા મળ્યા હતા.
સામાન્ય રીતે ક્રિકેટ ટીમ રાજકોટ આવે એટલે તેમને ગુજરાતી ભોજન પીરસવાની વર્ષોથી પરંપરા છે. આ પરંપરા જળવાઈ રહે તે માટે સયાજી હોટલ દ્વારા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ઢોકળી, રાજસ્થાની દાલબાટી, ઘૂઘરા, ઘેવર રબડી, કૈર સાંગરી, ઈન્દોરી ચાટ પીરસવામાં આવશે. વડોદરાથી આવતા ખાસ રસોયા દ્વારા બનાવવામાં આવેલો વઘારેલો રોટલો પણ ક્રિકેટરોને જમાડવામાં આવશે.
ટીમના અન્ય ખેલાડીઓને પ્રિમીયમ રૂમ આપવામાં આવ્યા છે.
જેમાં ૬૦ એમબીપીએસની સ્પીડ ઉપરાંત જીમ, સ્વિમિંગ પુલ સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોટેલ દ્વારા પંડ્યા, ચહલ, પંત, દ્રવિડ સહિત તમામ ક્રિકેટરો માટે ખાસ પીલો (ઓશિકા) પણ તૈયાર કરવામાં આવ્યા છે. અગાઉ પણ ૨૦૧૫ માં આફ્રિકા ટિમ આજ હોટેલમાં રોકાઇ ચુકી છે. સાઉથ આફ્રિકાની ટીમ ૭ વર્ષ બાદ બીજી વખત હોટેલ ફોર્ચ્યુનમાં રોકવાની છે. ત્યારે તેને લઈને ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હોટેલ દ્વારા આફ્રિકી ખેલાડીઓના વિશાળ પોસ્ટર પણ હોટેલની અંદર-બહાર લગાવાયા છે.
તો આફ્રિકી ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાને હોટેલના આઠમા માળે પ્રેસિડેન્શીયલ રૂમ આપવામાં આવ્યા છે. અહીં તમામ ખેલાડીઓને ૧૦૦ એમબીપીએસની ઈન્ટરનેટ સ્પીડ ઉપરાંત જીમ, સ્વિમિંગ પુલ, સ્પા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આફ્રિકી ખેલાડીઓને ત્યાંની સ્પેશ્યલ રુઈ બુશ ટી સાથે ગુજરાતી ખાણું ઢોકળા-ગાઠીંયા પણ પીરસવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.SS3KP