Western Times News

Gujarati News

ભારત અને પાકના વિદેશ મંત્રી ‘હાર્ટ ઓફ એશિયા’ સંમેલનમાં ભાગ લેશે

નવીદિલ્હી: તાજિકિસ્તાનમાં યોજાઈ રહેલી ૯મી મંત્રી સ્તર હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં સામેલ થવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર દુશાન્બે પહંચી ચુક્યા છે. બેઠક મંગળવારે સવારે ૧૦ કલાકે શરૂ થશે. આ પહેલા આજે રાત્રે યજમાન તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમામોલી રહમાન તમામ મહેમાન દેશોના વિદેશ મંત્રીઓને રાત્રીભોજ આપી રહ્યાં છે, જેમાં ડો જયશંકર સિવાય પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી સહિતના નેતાઓ સામેલ થશે. તેવામાં સ્પષ્ટ છે કે બધાની નજર તે વાત પર હશે કે ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે આમને-સામનો ક્યા માહોલ અને બોડી લેંગવેજ સાથે થાય છે.

બન્ને વિદેશ મંત્રીઓ વચ્ચે કોઈ સીધી દ્વિપક્ષીય બેઠકનો હાલ ઇનકાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ પહેલા પણ તેમ થયું છે કે હાર્ટ ઓફ એશિયા બેઠકના બહાને ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે અનૌપચારિક રીતે મુલાકાત થઈ છે.

આ વચ્ચે દુશાન્બે પહોંચ્યા બાદ વિદેશ મંત્રી જયશંકરે તુર્કીના વિદેશ મંત્રી મેવલુત ચવુશોલોવ અને ઈરાની વિદેશ મંત્રી જવાદ ઝરીફ સાથે મુલાકાત કરી. ચવુશોલોવની સાથે જયશંકરની વાતચીતનો મુખ્યો મુદ્દો જ્યાં અફઘાનિસ્તાનની મદદ માટે ચલાવવામાં આવી રહેલી હાર્ટ ઓફ એશિયા પ્રક્રિયા હતી. તો ઈરાનના વિદેશ મંત્રી ઝરીફ સાથે થયેલી વાતચીતમાં ચાબહાર સહિત દ્વિપક્ષીય સહયોગની પરીયોજના અને ભાગીદારી વધારવાના અનેક મુદ્દા સામેલ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.