ભારત અને પાકિસ્તાનની મેચનો રોમાંચ હવે દર વર્ષે મળશે જોવા!: રમીઝ રાજા
કરાંચી, યુએઇ રમાયેલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે ભારત સામે પ્રથમ વખત જીત મેળવી હતી, ત્યારબાદ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું હતું કે બન્ને ટીમો વચ્ચે વધુ મેચો રમાવી જાેઈએ.
જાેકે, બન્ને દેશો વચ્ચે બગડતી રાજકીય પરિસ્થિતિને કારણે ૨૦૧૨થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય સીરીઝ રમાઈ નથી. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ ટીમના અધ્યક્ષ રમીઝ રાજાએ એક મોટી જાહેરાત કરી અને માહિતી આપી કે હવે બન્ને દેશો વચ્ચે દર વર્ષે દ્વિપક્ષીય સીરીઝ રમાશે.
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો લાંબા સમયથી માત્ર આઇસીસી અને બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં એકબીજા સામે રમતી જાેવા મળી રહી છે, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી, ટી ૨૦- વનડે વર્લ્ડકપ અને એશિયા કપનો સમાવેશ થાય છે. નફા અને મનોરંજનની દ્રષ્ટિએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી દ્વિપક્ષીય સીરીઝ વિશ્વની સૌથી મોટી સીરીઝ સાબિત થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ લાંબા સમયથી બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સીરીઝ શરૂ કરવા ઈચ્છી રહ્યું છે.
જાે કે તે કામ કરી શક્યું નથી. આ વખતે પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં નવા અધ્યક્ષ રમીઝ રાજાએ દર વર્ષે બન્ને દેશો વચ્ચે સીરીઝનું આયોજન કરવાનો નવો પ્રસ્તાવ મૂક્યો છે અને આ માટે તેમણે બીસીસીઆઇને બદલે આઇસીસીનો સંપર્ક કર્યો છે. રમીઝ રાજાએ તેના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પરથી આની જાહેરાત કરી હતી.
રમીઝ રાજાએ પોતાના ટિ્વટર એકાઉન્ટ પર લખ્યું, ‘હેલો ફેન્સ, અમે આઇસીસીને ૪ ટીમની ચતુષ્કોણ સુપર ટી ૨૦ સીરીઝનું આયોજન કરવાનો પ્રસ્તાવ આપી રહ્યા છીએ, જેમાં ભારત, પાકિસ્તાનની સાથે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો પણ ભાગ લેશે. આ ૪ દેશો વચ્ચે રોટેશન પોલિસી અનુસાર તેનું આયોજન કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ માટેનાં નફાનું મોડલ ખાસ રીતે આઇસીસી સભ્યો સાથે શેર કરવામાં આવશે, જેમાં ટકાવારીનાં આધારે હિસ્સો નક્કી કરવામાં આવશે અને અમને બધાને એક વિજેતા મળી જશે.
નોંધનીય છે કે પીસીબી દ્વારા આપવામાં આવેલા આ પ્રસ્તાવ પર હજુ ર્નિણય લેવાનો બાકી છે અને આઇસીસી આ ચતુષ્કોણ સીરીઝને ગ્રીન સિગ્નલ આપે છે કે નહીં તે જાેવાનું રહેશે, પરંતુ તેમ છતાં બન્ને ટીમો ૨૦૨૨માં ઓછામાં ઓછી બે વાર આમને સામને થશે.
આપને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન આ વર્ષે એશિયા કપ ૨૦૨૨ અને ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી ૨૦ વર્લ્ડકપમાં ટકરાવાના છે.યુએઇમાં રમાયેલા Tટી ૨૦ વર્લ્ડકપમાં, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, ત્યારે બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે વિરાટ સેનાને દરેક વિભાગમાં આઉટ કરી હતી અને તેમને ૧૦ વિકેટે એક તરફી પરાજય આપ્યો હતો.HS