ભારત અને રશિયા રક્ષા ક્ષેત્રમાં સાથે મળી ઉત્પાદન કરેઃ રાજનાથસિંહ
મોસ્કો, રક્ષા મંત્રી રાજનાથસિંહે રશિયાથી અપીલ કરી છે કે તે રક્ષા ક્ષેત્રમાં નિર્યાત વધારવા માટે ભારતની સાથે મળી કામ કરે.રશિયાના પાટનગર મોસ્કોમાં રશિયાના ઉદ્યોગ અને વ્યાપાર મંત્રી ડેનિસ માંતુરોવની સાથે રશિયા રક્ષા ઉદ્યોગ સહયોગ સંમેલનમાં રાજનાથસિંહે કહ્યું કે બંન્ને દેશોએ મળી રક્ષા ઉત્પાદન કરવું જોઇએ આ સાથે જ આ ઉત્પાદનોના નિર્યાત માટે એક મંચ પણ ઉભુ કરવું જોઇએ તેનાથી ભારત અને રશિયા બંન્ને જ સરસાઇ હાંસલ કરી શકશે. રાજનાથે કહ્યું કે ભારત લાંબા સમયથી રક્ષાના મૂળ(મિગ,એ કે ૪૭) ઉત્પાદન બનાનાર દેશની સાથે ભાગીદારી કરવા ઇચ્છતો હતો જેથી મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટથી જોડાઇ તે અમારા સંસાધનોનો લાભ ઉઠાવી શકે બંન્ને દેશ સાથે મળી આવો મંચ ઉભો કરી શકે છે જેથી આ રક્ષા ઉત્પાદન દુનિયાના બીજા દેશોને નિર્યાત કરી શકાય.
મૂળ ઉપકરણ નિર્માતા (ઓઇએમ) કંપનીઓના પ્રમુખોને સંબોધિત કરતા રાજનાથસિંહે કહ્યું કે ભારત સરકારે ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં બે ડિફેંસ કોરિડોર તૈયાર કર્યા છે.તેમાં રોકાણ માટે અમે સાથીઓને તક આપવા માંગીએ છીએ.અમે અમારા રક્ષા ક્ષેત્રને રશિયાની વિકસિત અને ઉભરતી રહેલ ટેકનીકના માધ્યમથી આધુનિક બનાવવા માંગીએ છીએ. ભારતના લધુ મધ્યમ ઉદ્યોગ રશિયાના સમર્થનથી હવે વૈશ્વિક સપ્લાઇ ચેનનો ભંગ બનવા ઇચ્છે છે.
આ વર્ષ સપ્ટેમ્બર મહીનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિનની વચ્ચે રક્ષા ક્ષેત્રથી જોડાયેલ એક અંતર સરકારી સમજૂતિ(આઇજીએ) થઇ હતી તે હેઠળ રશિયાને સોવિયત રશિયા મૂળના હથિયારો ઉત્પાદનો માટે સ્પેયર,સામગ્રી અને બીજી જરૂરી સમાન બનાવવામાં સહાયતા કરી રહ્યું છે.
આ સંબંધમાં રાજનાથે કહ્યું કે આઇજીએ જેવી સમજૂતિના માળખા દ્વારા રશિયા ઉદ્યોગ ભારતની સાથે સરળતાથી જોડાઇ શકે છે. રાજનાથ સિંહે રશિયાના રક્ષા મંત્રી જનરલ સર્ગેઇ શોઇગુની સાથે લશ્કરી સહયોગ પર આધારિત ૧૯મી ભારત રશિયા સરકારી આયોગની બેઠકમાં ભાગ લેશે.રાજનાથસિંહે ત્રણ દિવસીય રશિયાના પ્રવાસે છે.