Western Times News

Gujarati News

ભારત અને રશિયા વચ્ચે એકે-૪૭ ૨૦૩ રાઇફલ્સની ડીલ થઇ

આ રાઇફલ્સ એક મિનિટમાં ૬૦૦ ગોળીઓ એટલે કે ૧ સેકન્ડમાં ૧૦ ગોળીઓ ચલાવી શકે છે આમાં ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક બંન્ને મોડ છે

મોસ્કો, ભારત અને રશિયાની વચ્ચે એકે ૪૭ ૨૦૩ રાઇલ્સને લઇને સમજૂતિ ફાઇનલ થઇ છે. હવે આ રાઇફલને ભારતમાં તૈયાર કરવામાં આવશે એ કે ૪૭ ૨૦૩નું સૌથી એડવાન્સ વર્ઝન માનવામાં આવે છે હવે આ ઇન્ડિયન સ્મોલ આર્મ્સ સિસ્ટમ(ઇન્સાસ) અસોલ્ટ રાઇફલની જગ્યાએ હશે. આ ડીલ પર એસસીઓ સમિટ દરમિયાન સહમતી બની છે રાજનાથસિંહ આ સમિટમાં ભાગ લેવા માટે રશિયામાં હાજર છે ત્યારે આ રાઇફલ હિમાચલ વિસ્તારોમાં વધારે ઉપયોગી નિવડે છે.ભારતીય સેનામાં એનએસએએસનો ઉપયોગ ૧૯૯૬થી ચાલતો આવ્યો છે અને તેમાં હિમાચલની ઉચાઇ પર જામ થવા અને મેગ્જીનના ક્રેક થવાની સમસ્યા વધી છે.

રશિયાની માડિયા રિપોર્ટ અનુસાર ભારતે લગભગ ૭ લાખથી વધારે એકે ૪૭ ૨૦૩ રાઇફલની જરૂર છે જેમાં ૧ લાખ રાઇફલ આયાત કરાશે બાકી દેશમાં જ બનાવવામાં આવશે રાઇફલ્સનું ભારતમાં નિર્માણ ઇન્ડો રશિયા રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડના સંયુકત ઓપરેશન હેઠળ કરવામાં આવશે આ ડીલ ઓર્ડનેસ ફેકટરી અને કાલાશિનરકોવ કંસર્ન અને રોસોબોરોન એકસોપોર્ટની વચ્ચે કરાઇ છે.

આ એક રાઇફલની કિંમત ૧૧૦૦ ડોલર હોઇ શકે છે જેમાં ટેકનોલોજી ટ્રાન્સફર અને ઉત્પાદનના યુનિટ સ્થાપની કિંમતનો સમાવેશ થાય છે આ હળવી અને નાની છે આમાં ૭.૬૨ એમએમની ગોળીનો ઉપયોગ થાય છે ઓએફબીની ૫૦.૫ ટકા ભાગીગારી રહેશે રશિયાના કલાશિનકોવ ગ્રુપની ૪૨ ટકા ભાગીદારી રહેશે બાકીના ૭.૫ ટકાની ભાગીદારી રોસોબોરોન એકસપોર્ટની રહેશે આનું ઉત્પાદન ઉત્તરપ્રદેશ અમેઠી ખાતે ઓર્ડિનેસ ફેકટરીમાં કરાશે.

આ રાઇફલ્સ એક મિનિટમાં ૬૦૦ ગોળીઓ એટલે કે ૧ સેકન્ડમાં ૧૦ ગોળીઓ ચલાવી શકે છે આમાં ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક બંન્ને મોડ છે તેની મારક ક્ષમતા ૪૦૦ મીટર છે જેને લોડ કર્યા બાદ તેનું વજન ચાર કિલોગ્રામની આસપાસ છે. એ યાદ રહે કે શાંધાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લેવા ગયેલા રાજનાથસિંહ ગુરૂવારે રશિયાના રક્ષા મંત્રી સર્ગીને મળ્યા હતાં બંન્ને વચ્ચેની ગજબની કેમેસ્ટ્રી જાેવા મળી હતી ત્યારે એવો નિર્ણય પણ થયો જે પાકિસ્તાન માટે ખતરાની ઘંટી સમાન છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.