ભારત અફઘાનિસ્તાનનું સાચુ મિત્ર નથી: અનસ હક્કાની
નવીદિલ્હી, તાલિબાન સરકારમાં સામેલ આતંકી સંગઠન હક્કાની નેટવર્કની ભારત વિશેની વિચારસરણી સામે આવી રહી છે. હક્કાની નેટવર્કના પ્રમુખ સિરાઝુદ્દિન હક્કાનીના ભાઈ અનસ હક્કાનીએ કહ્યું છે કે, અફઘાનિસ્તાનના લોકો ભારતને સાચો મિત્ર નથી માનતા. તે સાથે જ કહ્યું છે કે, અફઘાનિસ્તાન વિશે ભારતે તેમની નીતિ બદલવાની જરૂર છે.
ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં અનસ હક્કાનીએ તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનના ભવિષ્ય અને ભારત-અમેરિકાના સંબંઘો વિશે ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું હતું કે આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે, ભારત પક્ષપાત કરે છે અને છેલ્લાં ૨૦ વર્ષથી યુદ્ધને ભડકાવવાનો પ્રયત્ન કરે છે. તેમણે શાંતિ માટે કશુ નથી કર્યું. અત્યાર સુધી તેમની ભૂમિકા નકારાત્મક રહી છે. અહીં સુઘી કે ભારતીય મીડિયામાં પણ તેની ઝલક દેખાય છે.
તેમણે તાલિબાનની ખરાબ છબિ રજૂ કરી છે. ભારતે અફઘાનિસ્તાન પ્રતિ તેમની નીતિ બદલવાની જરૂર છે. તેમણે નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવ્યા. અમે તેમને કોઈ સાથ નથી આપ્યો, ના તો એમને ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.
અમે આઇએસઆઇએસને પહોંચી વળવા સક્ષમ છીએ. જાે અમેરિકા પાસે કોઈ માહિતી છે તો તેમણે અમારી સાથે કો-ઓર્ડિનેટ કરવું જાેઈએ. અમે કાર્યવાહી કરીશું. તેમણે કહ્યું હતું કે તાલિબાનના પરિવર્તનને કોઈ એક વ્યક્તિ સુધી સીમિત ના કરો.
સરકારમાં પરિવર્તન દેખાશે. પરંતુ તાલિબાનની દેશભક્તિ અને તેમનો ઈસ્લામી પક્ષ હંમેશા રહેશે.અફઘાનિસ્તાનમાં મહિલા રાજનાયિક કામ કરી શકે છે. તેમના પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ સાંસ્કૃતિક મૂલ્યોનું પણ સન્માન કરવું પડશે.HS