ભારત-અફઘાનિસ્તાન વચ્ચે શિખર સંમેલન, આતંકવાદ મુક્ત ક્ષેત્ર ઈચ્છે છે બંને દેશ
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ મંગળવારે શિખર સંમેલન સ્તરીય વાર્તા કરી હતી. કોરોના કાળના કારણે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ જણાવ્યું કે, આ મહત્વપૂર્ણ સમયમાં અમને કોરોના વેક્સિનના 5 લાખ ડોઝ મળ્યા તે કોઈ ભેટથી ઓછું નથી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ ભારતને અફઘાનિસ્તાનના વિકાસનું સાચુ સહભાગી ગણાવ્યું હતું. તેમણે બંને દેશ પોતાના ક્ષેત્રને આતંકવાદથી મુક્ત જોવા ઈચ્છે છે તેમ પણ જણાવ્યું હતું.