ભારત-અમેરિકા જેવો મહત્વપૂર્ણ સંબંધ દુનિયામાં બીજાે કોઈ નહીં : અમેરિકી વિદેશી મંત્રી
નવીદિલ્હી: અમેરિકાના વિદેશમંત્રી બ્લીંકન ભારત આવ્યા જ્યા તેમણે ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે ૧ કલાક વાતચીત કરી હતી. ચર્ચા કર્યા બાદ બ્લીંકને કહ્યું ભારત અને અમેરિકાના સંબંધો બીજા દેશોના સંબંધીનો તુલનામાં ઘણા આગળ છે. તેમણે ભારતની મુલાકાત પણ એટલા માટે લીધી કારણકે રાષ્ટ્રપતિ બાઈડન બંને દેશના સંબંધો વધારે મજબૂત થાય તેવું ઈચ્છે છે.
અમેરિકામાં જાે બાઈડેન રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશાના સંબંધોને લઈને ઘણી ચર્ચાઓ ચાલી હતી કે બંને દેશાના સંબંધોમા ખટાશ આવી છે. જાેકે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટ બ્લીંકને એ વાત સ્પષ્ટ કરી દીધી કે આવાનારા સમયમાં બંને દેશાના સંબંધો વધું ગાઢ અને વધું સારા બનાવામાં આવશે.
વડાપ્રધાન મોદી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ એન્ટ બ્લીંકને મુલાકાત લીધી હતી. જે મુલાકાત ઘણી મહત્વની હતી. આ મુલાકાતમાં અફઘાનિસ્તાન, ચીન, કોરોના મહામારી, તેમજ બંને દેશાનો સંબંધોને લઈને ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાથેજ આ મુલાકાતમાં માનવધિકાર, પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
વિદેશમંત્રી બ્લીંકને ભારતની સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમા લોકશાહીના મૂલ્યો પર તેમણે વાત કરી હતી. આ વાતચીતમાં બંને દેશના વિદેશમંત્રીઓ વચ્ચે અમુક મુદ્દે સકારાત્મક તો અમુક મુદ્દે નકારાત્મકતા જાેવા મળી હતી. પરંતુ બ્લિંકનની મુલાકાત બાદ બંને દેશના સંબંધો મુદ્દે જે ચર્ચાઓએ જાેર પકડ્યું હતું. તે ચર્ચાનો હવે અંત આવ્યો છે.ઉલ્લેખનીય છે કે જાે બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ પ્રથમ વખત ત્યાના વિદેશ મંત્રી એન્ટ બ્લિંકન ભારત આવ્યા હતા. તેમનો ભારત પ્રવાસ બંને દેશના સંબંધો માટે ઘણો મહત્વનો સાબિત થયો છે.