ભારત અયોગ્ય માગ કરી રહ્યું છે. જેના કારણે કેટલીક મુશ્કેલી આવી રહી છે: ચીન
નવીદિલ્હી, ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની ૧૩માં તબક્કાની બેઠક મોલ્ડોમાં યોજાઈ હતી. આ બેઠક સાડા આઠ કલાક ચાલી હતી. જાે કે, આ બેઠક બાદ ચીને પોતાનો અસલી વિસ્તારવાદી ચહેરો બતાવ્યો. આ બેઠક બાદ ચીને કહ્યું કે, ભારત અયોગ્ય માગ કરી રહ્યું છે.
જેના કારણે કેટલીક મુશ્કેલી આવી રહી છે. જાે કે, ચીની સેનાએ નિવેદન કરતા જણાવ્યું કે, ’૧૩માં તબક્કાની બેઠકમાં ભારતે અયોગ્ય અને અવાસ્તવિક માગ પર ભાર મુક્યો. અમને આશા છેકે, ભારત તેનું ખોટું આકલન નહીં કરે. અને ભારત સમજૂતીનું પાલન કરશે. ભારત બે સેના સાથે ઈમાનદારીથી કામ કરશે.’
તો બીજી તરફ ભારતે કહ્યુ કે, ચીન સાથે કરવામાં આવેલી બેઠકમા સરહદ પર તણાવ ઓછો કરવા ચર્ચા કરવામાં આવી, સરહદ પર જે સ્થિતિ પેદા થઈ છે. તેની પાછળ ચીન છે. ચીનના સૈનિક ઘૂસણખોરી કરી રહ્યા છે. જાેકે, આ બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી.
ગત વર્ષે લદ્દાખમાં ચીન સાથે સર્જાયેલા ઘર્ષણ બાદથી જ બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ભારત સરહદ પર ચીનની તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે.
મીટિંગમાં ભારતે જણાવ્યું કે, જે રીતે ધીરે-ધીરે પેંગોંગ ઝીલ, ગલવાન અને ગોગરામાં ડી-એસ્કેલેશન થઇ રહ્યું છે અને ત્યાં બફર ઝોન બનાવવામાં આવ્યાં છે, તેનાથી ગતિરોધ ખતમ કરવાના અંતિમ સંકલ્પની તરફ નહીં વધારી શકાય. ચીન આવો જ બફર ઝોન હૉટ સ્પ્રિંગ વિસ્તારમાં પણ બનાવવા ઇચ્છે છે.
૩-૧૦ કિલોમીટરના બફર ઝોનનો અર્થ એ છે કે ભારત તે વિસ્તારમાં પેટ્રોલ ના ભરાવી શકે, જેવું કે પહેલેથી થતું આવ્યું છે. આ સિવાય દેપસાંગ અને ડેમચોક જેવાં મુદ્દાઓ કે જે મે ૨૦૨૦ થી શરૂ થયેલા ગતિરોધનો ભાગ નથી. તેની પર ચીન વાતચીત કરવાથી અકળાઇ રહ્યું છે.HS