ભારત અગ્ની-૫ મિસાઈલનું ટેસ્ટીંગ કરશે ત્યારબાદ મિસાઈલને સેનામાં શામેલ કરાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Miscile.jpg)
નવીદિલ્હી, ભારત આવતી કાલે અગ્નિ-૫ મિસાઈલનું ઓપન ટેસ્ટ કરવા જઈ રહ્યું છે. ટેસ્ટ કર્યા બાદ મિસાઈલને સેનામાં પણ શામેલ કરવામાં આવશે. સેનામાં મિસાઈલ શામેલ થયા બાદ ભારત દુમિયાના એ દેશોમાં શામેલ થઈ જશે જેની પાસે ન્યૂક્લિયર હથિયારો વાળી કોન્ટિનેંટલ બેલેસ્ચિક મિસાઈલ હશે.
આપને જણાવી દઈએ કે અગ્નિ-૫ ભારતની પહેલી અને એકમાત્ર ઈંટર કોન્ટિનેંટલ બેલેસ્ચિક મિસાઈલ છે. જેને રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન દ્વારા બનાવામાં આવી છે. લાંબા અંતરે જતી મિસાઈલો પૈકી એક મિસાઈલ અગ્નિ-૫ છે. જે આવતીકાલે ટેસ્ટ થશે.
આ મિસાઈલને ડીઆરડીઓએ ૨૦૦૮થી બનાવાની શરૂ કરી હતી. તેનું સોલિડ ફ્યુલ ટેસ્ટ ૨૦૧૨માં કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૮માં પણ ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા જેના દ્વારા મિસાઈલની તાકાત દુનિયાના દેશોને ખબર પડી હતી. હવે ૨૩ સપ્ટેમ્બરના રોજ ભારત પહેલી વખત તેનું ઓપન ટેસ્ટ કરવા જઈ રહ્યું છે.
આ મિસાઈલ દોઢ ટન સુધીના હથિયાર તેની સાથે લઈ જઈ શકે છે. તેની સ્પીડ મૈક ૨૪ છે. એટેલે કે અવાજની સ્પિડથી ૨૪ ગણી વધારે સ્પીડ છે. આપને જણાવી દઈએ કે અગ્ની ૫ને સરળતાથી કોઈ પણ જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરી શકાય છે. સાથેજ ઘણી સરળતાથી સેના વાપરી પણ શકશે.
ઉલ્લેખનીય છે કેલ આ મિસાઈલની રેન્જ ૫ હજાર કિલોમીટર સુધીની છે. સાથેજ મિલાઈલ ઈન્ડિપેન્ડલી ટાર્ગેટેબલ રીએંટ્રી વ્હીકલ સહિતની સુવિધા સાથે બનાવામાં આવી છે. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ તેનું અંતિમ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ખાસ વાત તો એ છે કે અત્યાર સુધીમાં આ મિસાઈલના ૭ ટેસ્ટ થઈ ચુકયા છે. જે ટેસ્ટ સફળ રહ્યા છે. આ મિસાઈલને ગત વર્ષેજ સેનામાં શામેલ કરવાની હતી. પરંતુ કોરોનોને કારણે ટેસ્ટ ન થઈ શક્યા.HS