ભારત આ મહિને ૨૫ દેશોને ૨ કરોડથી વધારે વેક્સીનના ડોઝ મોકલશે
નવીદિલ્હી, કોરોના કાળમાં ભારત સતત વેક્સીન દ્વારા દુનિયાભરના દેશોની મદદ કરી રહ્યું છે. ભારતે તાજેતરના દિવસોમાં બાંગ્લાદેશ, નેપાળ સહિત અનેક દેશોને કોરોનાની રસીના ડોઝ મોકલ્યા છે. હવે ભારતે ફેબ્રુઆરી મહિનામાં કોમર્શિયલ બેઝ પર ૨૫ દેશોને ૨.૪૦ કરોડ રસીની સપ્લાય કરવાનો ર્નિણય કર્યો છે. આ સમગ્ર મામલાથી વાકેફ સૂત્રો અનુસાર જાન્યુઆરીમાં ભારતે ૧.૦૫ કરોડ વેક્સીનના ડોઝ અન્ય દેશોને આપ્યા હતાં. આ મહિને મોકલવામાં આવનાર વેક્સીન ગત મહિનાની તુલનામાં બમણાથી પણ વધારે છે.
ભારતે ૨૦ દેશોને સીરમ ઇન્સ્ટટ્યિૂટ ઓફ ઇન્ડિયા (એસઆઇઆઇ) દ્વારા નિર્મિત ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીનની ૧.૬૦ કરોડ ડોઝ મોકલ્યા છે. તેમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂતાન, નેપાળ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બહેરીન, ઓમાન, બાર્બાડોસ અને ડોમિનિકા જેવા ૧૩ દેશોમાં લગભગ ૬૦ લાખ ડોઝની થયેલ સપ્લાય પણ સામેલ છે. બ્રાઝીલ, મોરક્કો અને દક્ષિણ આફ્રિકા સહિત ૭ દેશોમાં કોમર્શિયલ આધારે લગભગ ૧ કરોડથી વધારે કોરોના વેક્સીનના ડોઝ મોકલવામાં આવ્યા છે. ફેબ્રુઆરી માટે વિદેશ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ અનુસાર એસઆઇઆઇને સાઉદીઅરબ, બ્રાઝીલ, મોરક્કો, મ્યાનમાર, નેપાળ, સહિત ૨૫ દેશોને કોમર્શિયલ આધારે ૨.૪૦ કરોડ ડોઝ સપ્લાય કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારી અધિકારીએ જણાવ્યું કે ૨૫ દેશો વાળી આ યાદીમાં કેનેડાનું નામ નથી જેણે તાજેતરમાં જ ૧૦ લાખ વેક્સીન ડોઝ માંગ્યા હતાં.HS