ભારત આ વર્ષે ૪૦૦ અબજ ડોલરના નિકાસ લક્ષ્યને હાંસલ કરશે: પીયુષ ગોયલ
મુંબઈ, કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે, આ વર્ષે ભારત ૪૦૦ અબજ ડોલરના નિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરશે, જે પહેલા ક્યારેય નથી થયું. ભારતના ઉક્ત નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ નવા બજારો વિશે વાત કરતાં કેન્દ્રિય પ્રધાને કહ્યું હતું કે, સંયુક્ત આરબ અમીરાત મધ્ય-પૂર્વ અને આફ્રિકા માટે ભારતીય વેપારનું પ્રવેશદ્વાર બનશે અને અમે આ વિશાળ બજારને ટેપ કરવા ઈન્ડિયા માર્ટની સ્થાપના કરી શકીએ છીએ.
કેન્દ્રિય પ્રધાન ગોયલે કહ્યું હતું કે, ભારત- યુએઇ નિઃશુલ્ક વેપાર સમજૂતી પર વાતચીત ચાલી રહી છે. તેમણે ભારતમાં રોકાણ અને પાયાના ઢાંચાનું નિર્માણ કરવા માટે ૧૦૦ અબજ ડોલરની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
પીયૂષ ગોયલે એક કાર્યક્રમમાં આપી માહિતીમુંબઈમાં સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનમાં મેગા કોમન ફેસિલિટી સેન્ટરનો શિલાન્યાસ કર્યા પછી પીયૂષ ગોયલે આ વાત કહી હતી.HS