Western Times News

Gujarati News

ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીમાં ૧૦૦ ટકા પ્રેક્ષકોની છૂટ

લંડન: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની સિરિઝ દરમિયાન દર્શકોને સ્ટેડિયમમાં આવીને મેચ જાેવાની છુટ આપવામાં આવશે.

સોમવારે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસને કોરોનાને લગતા પ્રતિબંધ હટાવવાનો ર્નિણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ વખતે પણ લોકોને સ્ટેડિયમમાં આવવાની છુટ આપવામાં આવી હતી. જાેકે મેદાનમાં ૪૦૦૦ દર્શકોને જ પરવાનગી અપાઈ હતી.

જાેકે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝમાં સ્ટેડિયમ ૧૦૦ ટકા ક્ષમતાથી ભરી શકાશે. ઈંગ્લેન્ડના પેસ બોલર સ્ટુઅર્ટ બ્રોડે આ જાણકારીને શેર કરવા માટે બ્રિટનના દર્શકોની બાર્મી આર્મીની એક વિડિયો ક્લિપ શેર કરી હતી. બ્રોડે કહ્યુ હતુ કે, ૧૯ જુલાઈથી કોવિડના પ્રતિબંધ સમાપ્ત કરવામાં આવી રહ્યા છે.

ટેન્ટબ્રિજમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલો મુકાબલો યોજાશે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ભારતને એક પ્રેક્ટિસ મેચ રમવા માટેનુ આયોજન કર્યુ છે. ૨૦ થી ૨૨ જુલાઈ વચ્ચે ટીમ ઈન્ડિયા એક મેચ રમશે. જાેકે આ મેચ કોની સામે રમાવાની છે તે હજી જાહેર કરવામાં આવ્યુ નથી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝનો પ્રારંભ ૪ ઓગસ્ટથી ટેન્ટ બ્રિજ ખાતે થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.