ભારત-ઈઝરાયેલ સાથે આવે ત્યારે કમાલની ચીજો થાય છે
તેલ અવીવ, ઈઝરાયેલે એકવાર ફરીથી સ્પષ્ટ કર્યું કે ભારત સાથે તેમના સંબંધ ખુબ ખાસ છે. ઈઝરાયેલી પીએમ નફ્તાલી બેનેટનું કહેવું છે કે જ્યારે પણ ભારત અને ઈઝરાયેલ એક સાથે આવે છે ત્યારે કમાલની ચીજાે થાય છે. તેમણે જલદી ભારત પ્રવાસે આવવાની આશા પણ વ્યક્ત કરી.
નફ્તાલીએ કહ્યું કે થોડા દિવસ પહેલા હું મારા મિત્ર પીએમ નરેન્દ્ર મોદીને મળ્યો અને અમે ચર્ચા કરી કે અમે ઈઝરાયેલ-ભારતના સંબંધોને આગામી સ્તર પર કેવી રીતે લઈ જઈ શકીએ. અમે ટેક્નોલોજી ક્ષેત્રમાં સહયોગ કરીને અમારી ખાસ પાર્ટનરશીપને ઈનોવેશનના પાવરહાઉસમાં બદલી શકીએ છીએ.
ઈઝરાયેલના પીએમ નફ્તાલી બેનેટે પોતાના વીડિયો મેસેજમાં કહ્યું કે ટેક્નોલોજીમાં ફક્ત જીવન બદલવાની ક્ષમતા નથી પરંતુ જીવન બચાવવાની પણ ક્ષમતા છે. જાે બંને દેશ મળીને કામ કરે અને દિમાગ લગાવે તો અનંત અવસર છે. તેમણે વધુમાં કહ્યું કે અદભૂત લોકો અદભૂત ચીજાે કરી શકે છે.
ભારત દુનિયાના સૌથી મોટા દેશો, સૌથી મોટી ઈકોનોમીમાંથી એક છે અને ડિજિટલ ક્ષેત્રમાં પણ અગ્રણી છે. જ્યારે ઈઝરાયેલ દુનિયાના ટોપ ઈનોવેટર દેશોમાંથી એક છે. આવામાં ભારત અને ઈઝરાયેલ જ્યારે પણ એક સાથે આવે તો કમાલની ચીજાે થાય છે.
હાલમાં જ COP26 જળવાયુ શિખર સંમેલનમાં નફ્તાલી બેનેટ અને પીએમ મોદીની મુલાકાત થઈ હતી. આ દરમિયાન બેનેટે પીએમ મોદીને કહ્યું હતું કે તમે ઈઝરાયેલમાં ખુબ લોકપ્રિય છો, તમે મારી પાર્ટી જાેઈન કરી લો. આ મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો તો જે વાયરલ થયો હતો.
નોંધનીય છે કે ઈઝરાયેલની સત્તા સંભાળ્યા બાદથી જ નફ્તાલી બેનેટે સંકેત આપ્યા હતા કે ભારત સાથે સંબંધોને વધુ મજબૂત કરાશે. ઈઝરાયેલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના કાર્યકાળમાં પણ બંને દેશો ખુબ નજીક આવ્યા હતા. બેન્જામિન અને પીએમ મોદીની મિત્રતા પણ ખુબ ચર્ચામાં રહી હતી.
જાે કે ભ્રષ્ટાચારના આરોપ અને સહયોગીઓને આપેલા વચનો ન નીભાવવાની સ્થિતિમાં બેન્જામિને સત્તામાંથી બહાર થવું પડ્યું. ઈઝરાયેલના રાજકારણમાં આવેલા આ બદલાવ બાદ ભારત સાથે તેના સંબંધોને અલગ દ્રષ્ટિકોણથી જાેવામાં આવતા હતા. આશંકાઓ પણ હતી કે નફ્તાલી બેનેટ એક અલગ લાઈન પકડી શકે છે પરંતુ એવું બન્યું નહીં.SSS