ભારત એક આર્થિક, લોકતાંત્રિક,રણનીતિક અને સાંસ્કૃતિક શક્તિ તરીકે આગળ વધી રહ્યું છે
મુંબઈ: ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાનગી ક્ષેત્ર પર ભાર મૂકવાથી દેશના આંતરપ્રિન્યોર્સ માટે વિભિન્ન ક્ષેત્રોમાં ‘અવસરોની સુનામી’ની સ્થિતિ બનેલી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે ભારત એક આર્થિક, લોકતાંત્રિક, કૂટનીતિક, રણનીતિક અને સાંસ્કૃતિક શક્તિ તરીકે આગળ વધી રહ્યું છે.
એક એવોર્ડ કાર્યક્રમમાં અંબાણીએ કહ્યું કે ‘હું જ્યારે આજે અને કાલના ભારતને જાેઉ છું તો મને આંતરપ્રિન્યોર્સ માટે તકો મુદ્દે સુનામી જાેવા મળે છે. મારા આ ભરોસાના બે કારણ છે. પહેલું કારણ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના ભવિષ્યના વિકાસમાં ખાનગી ક્ષેત્રની મોટી ભૂમિકાની વકાલત કરે છે. બીજું કારણ, ટેક્નોલોજીની ઉપલબ્ધતા છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ૧.૩ અબજ ભારતીયોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે થઈ શકે છે.’
ગત મહિને પ્રધાનમંત્રીએ દેશના વિકાસમાં ખાનગી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકાની વકાલત કરી હતી. તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રને ગમે તેમ બોલવાની સંસ્કૃતિ સ્વીકાર્ય નથી. અંબાણીએ કહ્યું કે ‘આપણી પાસે આવનારા દાયકામાં દુનિયાની ત્રણ મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થવાની ક્ષમતા છે. સ્વચ્છ ઉર્જા, શિક્ષણ, સ્વાસ્થ્ય, જીવ વિજ્ઞાન અને જૈવ ટેક્નોલોજી જેવા નવા ક્ષેત્રો તથા કૃષિ ઉદ્યોગ અને સેવા જેવા ક્ષેત્રોમાં ફેરફારને લઈને ખુબ તકો છે.’
તેમણે કહ્યું કે ભારતીય આંતરપ્રિન્યોર્સ હવે પર બજારની જરૂરિયાતો મુજબ વૈશ્વિક સ્તરની ગુણવત્તા ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ છે. તે ભારતીય આંતરપ્રિન્યોર્સ માટે સમગ્ર વૈશ્વિક બજાર ખોલે છે. નવા વ્યવસાયને શરૂ કરવાના ઊંબરે ઊભેલા યુવા આંતરપ્રિન્યોર્સને સંદેશ આપતા અંબાણીએ કહ્યું કે તેમણે નિષ્ફળતાઓથી ગભરાવવું જાેઈએ નહીં અને સ્પષ્ટ કર્યું કે ઝટકાઓ બાદ જ સફળતા મળે છે. તેમણે કહ્યું કે ‘તમે મારી પેઢીની સરખામણીએ ભારત માટે વધુ સફળતાની કહાનીઓ લખશો.’