ભારત એક જ સમયે બે નેશનલ ટીમ ઉતારનારો પ્રથમ દેશ બન્યો
નવીદિલ્હી: પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હક્કે જણાવ્યું હતું કે ભારત એક જ સમયે બે નેશનલ ટીમ ઉતારનારો પ્રથમ દેશ બન્યો છે. આ એવી બાબત છે જેના માટે ઓસ્ટ્રેલિયાએ એક વખત પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને તેમા નિષ્ફળતા મળી હતી.
ભારતની એક ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહી હશે તો બીજી ટીમ શ્રીલંકા સામે વન-ડે શ્રેણી રમી રહી હશે. આ રીતે બીજી ભારતીય ક્રિકેટ ટીમ ઉતારવાનો વિચાર રસપ્રદ છે. ભારત આજે જે પ્રયત્ન કરી રહ્યુ છે તે ઓસ્ટ્રેલિયાએ વર્ષો પહેલા કર્યો હતો, પરંતુ તેઓને સફળતા મળી ન હતી.
હું વિચારું છું કે કદાચ પહેલી વખત કોઈ નેશનલ ટીમ બે જુદા-જુદા સ્થળોએ સિરીઝ રમી રહી હોય. એક ટીમ બીજા દેશમાં અને બીજી ટીમ બીજા દેશમાં. બંને પાછી કહેવાશે તો નેશનલ ટીમ.
ઓસ્ટ્રેલિયા જ્યારે તેના શાનદાર ફોર્મમાં હતુ ત્યારે ૧૯૯૫થી ૨૦૦૫-૨૦૧૦ દરમિયાન તેઓએ ‘ઓસ્ટ્રેલિયા એ’ અને ‘ઓસ્ટ્રેલિયા બી’ કરીને તફાવત પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓને મંજૂરી મળી ન હતી. આમ ભારત હવે ઓસ્ટ્રેલિયા તેની ટોચ પર હતુ ત્યારે જે કરી શક્યું ન હતું તે કરી રહ્યું છે. આઇસોલેશનના પ્રોટોકોલ્સ અને બીજી બાબતોને ધ્યાનમાં રાખતા આ પગલું ઘણુ સમજદારી ભર્યું છે. આટલા ટૂંકા સમયગાળામાં બંને દેશોમાં એક જ ટીમ મોકલવું કેવી રીતે શક્ય બને, એમ તેમણે ઉમેર્યું હતું.
ભારતની મુખ્ય ટીમ ડબલ્યુટીસી ફાઇનલ માટે અને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે યુ.કે.નો પ્રવાસ ખેડશ. તેની સાથે-સાથે ભારતની બી ટીમ જુલાઈમાં શ્રીલંકા સામે વન-ડે સિરીઝ રમશે. ટેસ્ટ ટીમમાં અનુભવી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે વન-ડે ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
ઇન્ઝમામનું માનવું છે કે ભારતની બીજી ટીમ પણ ઇંગ્લેન્ડ મોકલવામાં આવેલી ટીમ જેટલી જ મજબૂત હશે. તેણે કહ્યું હતું કે આટલા વિપુલ પ્રમાણમાં પ્રતિભાની ઉપલબ્ધતા માટે ભારતની રમતનું સ્થાનિક ક્રિકેટ માળખુ અને આઇપીએલ મહત્ત્વનું પરિબળ છે. ભારત પાસે ખેલાડીઓનો જંગી પુલ હોવાથી તે આ કરવા માટે સક્ષમ છે. તમે શ્રીલંકાનો પ્રવાસ ખેડનારા ભારતીય ખેલાડીઓના નામ જાેશો તા તમને જરા પણ એમ નહીં લાગે કે કોઈ નબળી ટીમ ત્યાં ગઈ ેછે. આમ ભારત પાસે ૫૦ એવા ખેલાડીઓ ઉપલબ્ધ છે જે રાષ્ટ્રીય ટીમમાં રમવા તૈયાર છે.