Western Times News

Gujarati News

ભારત એક મોટું મેન્યુફેકચરિંગ કેન્દ્ર બની રહ્યું છે: રવિ શંકર

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે ભારત એક મોટું મેન્યુફેકચરિંગ કેન્દ્ર બની રહ્યું છે ગ્લોબર મેન્યુફેકચરિંગ ઇકોસિસ્ટમ પણ આ અનુભવ કરી રહ્યું છે કે તેમની પાસે ચીન ઉપરાંત પણ એક અન્ય વિકલ્પ હોવા જાેઇએ તેમણે કહ્યું કે એપલના લગભગ આઠ કારખાના ચીનથી ભારતમાં સ્થાનાંતરિત થઇ ગયા છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અપ્રવાસી ભારતીયોની સાથે વાતચીત કરતા પ્રસાદે કહ્યું કે ભારત એક મોટા મેન્યુફેકચરિંગ કેન્દ્રના રૂપમાં ઉભરી રહ્યું છે અને ગ્લોબર મેન્યુફેકચરિંગ ઇકોસિસ્ટમ પણ આ અનભુવ કરી રહ્યાં છે કે તેમની પાસે ચીન ઉપરાંત અન્ય વિકલ્પ પણ હોવા જાેઇએ તેમણે કહ્યું કે મને એ બતાવવામાં આનંદ થાય છે કે એપલ એક મહત્વપૂર્ણ રીતથી ભારતમાં પરિવર્તન કરી રહ્યું છે સેમસંગ ભારતમાં પહેલાથી જ આવી ચુકયુ છે અને આગળ પણ વિસ્તાર કરવા ઇચ્છે છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

તેમણે આગળ કહ્યું કે જયારે અમે ૨૦૧૪માં સત્તામાં આવ્યા હતાં ત્યારે ભારતમાં ફકત બે મોબાઇલ કારખના હતાં હવે તેની સંખ્યા ૨૫૦ને પાર કરી ગઇ છે.અમે ઉત્પાદનથી જાેડાયેલ પ્રોત્સાહનની સાથે આત્મનિર્ભર ભારતને લોન્ચ કર્યું અમે વૈશ્વિક કંપનીઓને ભારત આવવા માટે આમંત્રિત કર્યું.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જયારે અમે આત્મનિર્ભર ભારતની બાબતમાં વાત કરીએ છીએ તો તેનો અર્થ એ નથી કે અમે ખુદને અલગ કરવા ઇચ્છીએ છીએ પરંતુ તેનો અર્થ એ છે કે ભારત દુનિયાની એક મુખ્ય અર્થવ્યવસ્થા હોવાને નાતે વૈશ્વિક અર્થવ્યવસ્થાનું સમર્થન કરવા માટે આર્થિક શક્તિ બની રહ્યું છે.

પ્રસાદે કહ્યું કે ચીનની વિરૂધ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાહસિક પગલાને અમેરિકા બ્રિટન જાપાન અને ઓસ્ટ્રેલિયાએ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે જયારે લદ્દાખમાં ચીનની સાથે તનાવ પેદા થયો તો આપણા વડાપ્રધાન મજબુતીથી ઉભા રહ્યાં એ સ્પષ્ટ કર્યું કે ભારત પોતાની સંપ્રભુતા પર કોઇ સમજૂતિ કરશે નહીં ભારતના આ સાહસિક વલણને વિશ્વસ્તર પર અમેરિકા બ્રિટેન અને જાપાનનો સાથ મળશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.